પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પદ ૧૯૮૩ મું

મનુષ્યલીલા રે, કરતા મંગળકારી;
ભક્તસભામાં રે, બેઠા ભવભયહારી.

જેને જોતાં રે, જાયે જગ આસક્તિ;
જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ.

તે સંબંધી રે, વાર્તા કરતા ભારી;
હરિ સમજાવે રે, નિજ જનને સુખકારી.

યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત;
એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત.

જ્યારે હરિજન રે, દેશ દેશના આવે;
ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે.

જાણી પોતાના રે, સેવકજન અવિનાશી;
તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશી.