પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;
મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ. ૪

ક્યારેક વાતું રે, કરતા થકા દેવ;
છેડે રૂમાલને રે, વળ દીધાની [દેવાની] ટેવ. ૫

અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;
પરદુઃખહારી રે, વારી બહુનામીનો. ૬

કોઈને દુઃખિયો રે, દેખી ન ખમાય;
દયા આણી રે, અતિ આકળા થાય. ૭

અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે;
કરુણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાળે. ૮

ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી;
ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી. ૯

ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;
ચાલે વહાલો રે, પ્રેમાનંદનો હેલી. ૧૦

avb