પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

abc


પદ ૧૯૮૯ મું.

ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને;
દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને..
મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે;
પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે..
પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો;
ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો..
વર્ષા ઋતુને રે, શરદ ઋતુને જાણી;
ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી..
સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ;
ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ..
બહુ જળક્રીડા રે, કરતાં જળમાં ન્હાય;
જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય..
નાહીને બા'રે રે, નીસરી વસ્ત્ર પહેરી;
ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી..
પાવન જશને રે, હરિજન ગાતા આવે;
જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે..
ગઢપુરવાસી રે, જોઈને જગ આધાર;
સુફળ કરે છે રે, નેણાં વારમવાર..
આવી બિરાજે રે, ઓસરીયે બહુનામી;
ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી.. ૧૦


પદ ૧૯૯૦ મું.