પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


બે પગની આંગળિયું તળાં, મનોહર રાતાં વહાલા;
અંગૂઠા આંગળીના નખ, રાતા છે ચડિયાતા વહાલા ૫

બે ચરણના અંગૂઠા ને, આંગળિયું ઉપર વહાલા;
જોયા જેવા ઝીણા ઝીણા, રોમ અતિ સુંદર વહાલા ૬

બે અંગૂઠા પાસેની બે, આંગળિયે જોઉં વહાલા;
ચાખડિયુંનાં રૂડાં ચિહ્ન, તે પાંપણિયે પ્રોઉં વહાલા ૭

બે પગની બહારલી ઘૂંટી, તે હેઠે કેવાં વહાલા;
આસનના ઘસારાનાં, ચિહ્ન જોયા તે જેવાં વહાલા ૮

જમણા પગની ઘૂંટી ઉપર, પાંચ તસુ છે જો વહાલા;
નળીને ઉપર તિલ એક તેમાં, મન મારું રહેજો વહાલા ૯

મોટું એક ચિહ્ન જમણા પગની, સાથળને બા'રે વહાલા;
પ્રેમાનંદ કહે પ્રીતે નીરખું, વારે ને વારે વહાલા ૧૦


પદ ૧૯૯૩ મું

}

abc