પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૯૭
 


"હા!"

“કેમ અસૂરા ?”

“મારે અટાણે ગામતરે જવું પડે છે. પણ મારા આવતાં પહેલાં મે'માનને હાલવા દેશો મા. સવારને પહોર મારે મે'માનને કસુંબો પાવો છે. જોગમાયાની દુહાઈ દઉં છું હો કે ! ”

“એ ઠીક ”

રાજો બારોટ ઉપડ્યો. પગપાળા પંથ કાપવા મંડ્યો. અંધારામાં ગોથાં ખાતો ખાતો રાતોરાત પોલે પાણે પહોંચ્યો. પરોડીયે મ્હોંસુઝણું થાતાં નાથા બારવટીયાએ પથારીમાંથી ઉઠતાં જ બારોટને દીઠો.

“ઓહોહોહો ! બારોટ ! તું અટાણે કીવો ? અને આ માથે લાંઠીયુ કીં બાંધ્યું ? કાંઈ માઠા સમાચાર લાવ્યો છે ? "

“હા બાપ, બહુજ માઠા !”

“કુંણ પાછું થયું ?”

“નાથો ભાભો પંડ્યે જ પાછો થયો, બાપ !”

“કેમ બારોટ, અવળાં વેણ ?”

“અવળાં નથી. સાચે જ નાથો મેર મરી ગયો. નીકર દુવારકાની જાત્રાએ જાતાં મેરની પાસેથી જામના ચાકર ૩૦૦ કોરીનું દાણ કઢાવે ? પણ આજ મારો નાથીઓ સાવઝ મરી ગયો ! "

નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી. - એની છાતીમાં પણ ઘા પડ્યો. એણે માણસને કહ્યું કે “ભાઈ, કોક દોત કલમ લાવજો તો ! "

ખડીયો કલમ ને કાગળની ચબરખી રાજાની પાસે મેલીને કહ્યું: “લે બારોટ, હું લખાવાં ઇ તું લખ. લખ કે

“ભોગાટના દાણ લેવા વાળાઓ ! છત્રાવાના મેર રાણા ખુંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે, તેમાં ત્રણસો કોરી દંડની ભેળવીને