લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૨૩
 


“સાંઇ મૌલા ! ભાગવા માંડજો હો. તમે એાળખાઈ ગયા છો. અને પીટ્યો મારો યાર ફોજદાર પાસે પહોંચી પણ ગયો છે. તમારા માથાનું મૂલ શું છે જાણો છો ?”

“ના “

“રૂા. ત્રણ હજાર.”

“છતાં તું મને ભગાડછ ? તુ કેવી છો ? ”

“હું ગોલી છું.”

“ગોલી ! ! "

“હા ગોલી ! પણ હવે વધુ બોલવાની વેળા નથી હો !”

બહારવટીયો ભાગ્યો. વાધરવા ગામે આવ્યો. વાલા નામોરીના વાવડ મેળવ્યા. એનું ઠામ ઠેકાણું જાણી લીધું.

“લાવો મારાં હથીઆર.”

બહારવટીયાને આશરો આપનાર પેથે પગીએ એને હથીઆર દીધાં. નીકળી પડ્યો. નગર ગયો. વાલો નામોરી અને પોતે બને જણા મોવર સંધવાણી[] જમાદારને ઘેરે ચાર મહિના મેડા ઉપર રહ્યા. અંતે પછી થાકીને પૂછ્યું.

“મોવર સંધવાણી ! કંઈ થઈ શકશે અમને માફી અપાવવાનું ?”

“ભાઈ, અટાણે મોકો નથી. ”

“ઠીક ત્યારે, અલ્લાબેલી.”

નીકળ્યા. રાજકોટની સડકે સીધેસીધા વહેતા થયા. ત્યાંથી જુનાગઢની સડકે.

પીઠડીયા ગામની સીમમાં એક દરબારી ભાવર જોટાળી બંદૂક ખંભે નાખીને ફરે છે, મામદ જામે ઝબ જઈને પોતાની બંદૂકની નાળ્ય લાંબી કરી : “મેલી દે જોટાળી. નીકર હમણાં ફુંકી દઉ છું. ”


  1. આ મોવર સંધવાણી પણ મૂળે બારવટે ચડ્યો હતો. એનું વૃત્તાંત આગળ આવશે.