પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બધાને રૂચે તેવો દાવો કોઈનો ન હોઈ શકે, ઉપરાંત આ આખો વિષય જ નવીન હોવાથી તેમજ બીજી બાજુ વર્તમાન યુગે આપણી વિવેકબુદ્ધિ ઉપર ઘણા ઘણા પ્રશ્નોના એક જ વખતે એકસામટા હુમલા કરેલ હોવાથી સીધી અને તટસ્થ દૃષ્ટિએ આ વિષયને તપાસવાનું મુશ્કિલ પણ થઈ પડે છે. નૈતિક અને સામાજીક ધારણાની કસોટીએ 'બહારવટીયા' ઉપર ચાહે તે વિચારો ફેંકી શકાય છે. પરંતુ તે છતાં મેં વીણેલી સામગ્રીનું સામગ્રી તરીકેનું સ્થાન તો ઉભું જ રહે છે. ઇતિહાસકારને માટે એમાં સ્થિર બળતી વિદ્યુત્-જ્યોત જણાય કે ન જણાય, પણ ઝાંખી વાટે બળતી દીવીનો અર્થ તો અવશ્ય એ સારી શકશે. વ્યક્તિઓ તરીકે બહારવટીયાના ગુણદોષનો નિર્ણય આ યુગમાં બહુ આવશ્યક પણ નથી રહ્યો. છતાં ભૂતકાળના સમષ્ઠિ-જીવનના થરો ઉખેળવામાં એ વ્યક્તિ-જીવનના બધા પોપડા મદદગાર થશે.

ને સાહિત્યની શી શી સેવાઓ આ વૃત્તાંતો વડે સંભવિત છે ? યુરોપી સાહિત્ય એનો ઉત્તર આપશે. વીરશ્રીનો આરાધક સર વૉલ્ટર સ્કૉટ એ વાત બોલશે. યુરોપ અમેરિકાનાં રોમાંચક અને શૌર્યપ્રેરક ચિત્રપટો, એ 'ગોશો' અને 'રોબીનહૂડ' બોલશે. ગોવર્ધનરામભાઈનું 'સરસ્વતીચંદ્ર' બેાલી રહ્યું છે. આપણા આધુનિક નવલ-સાહિત્ય અને નાટ્ય-સાહિત્યમાં પણ 'બહારવટાં'નું તત્વ ગુંથાતું થયું છે, તેવે સમયે બહારવટીયાને નામે રચાતી કૃતિઓ અસંભવિત અથવા અસંગત કલ્પનાઓએ કરીને વિકૃત અથવા ભ્રામક ન બને, એ