પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સોરઠી સંતો
 

વહેતી થઇ. પોતાના કોઈ ગિરનારી ગુરૂ યોગી વાઘનાથના નામ પર ભજનો આરંભ્યા

બાજી કેમ આવે હાથ
બાજી કેમ આવે હાથ રે
લાગી રે લડાયું કાયા શે'રમાં જી રે !

સમજે વાતું સમજાય
વેદે વાતું વદાય રે !
મૂરખ નરને ક્યાં જઈ કે'વું રે જી - બાજી૦

હે વીરા !
સાવી [૧]વસત હે તારા શે'રમાં રે જી;
દુનિયા અંધી મ થાવ !
દુનિયા ભૂલી મ જાવ રે !
કરો દીપક ને ઘર ઢુંઢીએ રે જી - બાજી૦

હે વીરા !
તરકસ તીરડા ભાથે ભર્યા રે જી;
થોથાં કાયકું ઉડાડ !
થોથાં કાયકું ઉડાડ રે !
મરઘો ચરે છે તારા વનમાં રે જી - બાજી૦

હે વીરા !
તખત તરવેણીના તીરમાં રે જી,
ધમણ્યું ધમે છે લુવાર
ધમણ્યું ધમે છે લુવાર !
નૂર ઝરે ધણીના, શૂરા પીવે જી - બાજી૦


  1. ૧.વસ્તુ