આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૯૫
જોયાં તે જોયાં કાંઇ
ઉંડેરાં નીર અપાર –કોઇને૦
ચોરા ને આ જોયાં રે
ઘણાં જોયાં ચેાવટાં રે જી !
જોઇ તે જોઇ કાંઇ
અવળી બવળી બજાર – કોઇને૦
મંદિર ને આ જોયાં રે
જોયાં બીજા માળીયાં રે જી !
જોયા તે જોયા કાંઇ
ઉંચેરા મોલ અપાર - કોઇને૦
વેલાનો આ ચેલો રે
રામો બાવો બોલીયા રે જી
ધણી મારા !
એાળે આવ્યાને ઉગાર – કોઇને૦
ઘણો ઘણો શેાધ્યો. પણ ક્યાંયે ભાળ નથી મળતી. એના વિલાપ ચાલુ જ રહ્યા :
વનરામાં વાયા મારે વાય
બાળુડા ! વનરામાં વાયા મારે વાય છે;
હો.....અમે કોના લેશું રે હવે એાથ
ગરનારી ! કયે રે એંધાણે આવ્યા એાળખું !
[૧]દયા[૨]ઠાકરશી ભેળા લાવ્ય
બાળુડા ! દયા ઠાકરશી ભેળા લાવ્ય રે !
હો ભેળા માતા [૩]મીણલ ને [૪]મુંજલ હોય
ગરનારી ! એવે એંધાણે આવ્યા એાળખો - વનરામાં૦