પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાંભરી ઓઢાડી, અને સામેના સ્તંભ પર પોતાની કટાર હુલાવી એ ચાલ્યો ગયો. નશો છૂટતાં જાગી ઊઠેલાં મામી-ભાણેજે પોતાની ભૂલ અને ખેંગારની નિશાનીઓ દીઠી. વિશળદેવ ખેંગાર પાસે કરગર્યો. ખેંગારે એને રાજ બહાર કાઢી મૂક્યો. કિન્નાખોર વિશળદેવ શત્રુને મળી જઈ, દગલબાજીથી દરવાજા ઉઘડાવી, શત્રુસૈન્યને જૂનાગઢમાં દાખલ કરી દીધું. ખેંગારને માર્યો, જૂનાગઢને રોળી નાખ્યું, રાણકને ઉઠાવી સિદ્ધરાજ પાટણ ભણી ચાલ્યો. સતી રાણકે સિદ્ધરાજ સાથે પરણવાની ના કહી. પોતાના બે દીકરાને શત્રુએ એની આંખો સામે કાપી નાખ્યા, તેથી પણ રાણક ન ડગી, ને આખરે એ વઢવાણ શહેરની ભોગાવો નદીના પટમાં ખેંગારના માથા સાથે ચિતા પર ચડી બળી મરી. કહે છે કે રાણકને સતી થવા માટે કોઈએ એક અંગાર જેટલો અગ્નિ ન આપવો એવી દુધઈ ફેરવી હોવાથી રાણક પોતાના સતીત્વના પ્રતાપે વેકુરીમાંથી સ્વયંભૂ અગ્નિ પ્રગટાવી શકી હતી ! આ ઇતિહાસ ઈ. સ. 1100ની આસપાસ બન્યો બોલાય છે. રાણક મૂળ સિંધના કેરાકોટ નગરના રાજા રો૨ને ઘે૨ જન્મી હોવાનું મનાય છે. 1. વેવિશાળ સિદ્ધરાજનું વેવિશાળ જ્યારે બારોટો કુંભાર-ઘરની પાલિત કન્યા રાણકદેવડીની સાથે કરીને પાટણ આવ્યા, ત્યારે સિદ્ધરાજ કોપાયો હતો. તેનો રોષ શમાવવા બારોટોએ આ રીતે સાચી કથા કહી: આંગણ આંબો રોપિયો, શાખ પડી ઘરબાર, દેવે ઉપાઈ દેવડી, કેમ ભણો કુંભાર ! [1] [આંબાને વાવ્યો હોય આપણા આંગણામાં પણ એની બહાર ઢળતી ડાળી પરથી કોઈ પાકેલી કેરી આંગણાની બહાર રસ્તા પર પડી ગઈ હોય, તેવી જ રીતે રાણકદેવડીને પણ દેવે (ઈશ્વરે) તો ઉચ્ચ રજપૂત કુળમાં જ ઉત્પન્ન કરી હતી, પણ એ સંજોગવશાત્ રાજકુળની બહાર કુંભારને હાથ જઈ પડી. તેથી એ પણ પેલી કેરીની માફક જ ઉચ્ચ મટી નથી જતી. માટે એને કુંભાર ન કહેજો !] ચોરી રચિયલ ચાર, ગોખે જે ગરવા તણે; કાંડે લઈ કંસાર ખેંગારે ખવરાવિયો. [2] [ગિરનારને ઉપરકોટને) ગોખે લગ્નની ચોરી રચાઈ. (બંને પરણ્યાં). ખેંગારે તો લગ્નમંડપની અંદર રાણકને પોતાના હાથથી કંસાર ખવરાવવાની વિધિ પણ કરી નાખી. પૂરેપૂરું પાણિ-ગ્રહણ કરી લીધું.] સોપારી શ્રીકાર, પાન કોડીનારનાં, બીડું બીજી વાર ખેંગારે ખવરાવિયું. સોરઠી ગીતકથાઓ [3]

473

૪૭૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૩