પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચંપા ! તું કાં મોરિયો ? થડ મેલું અંગાર; (તારો) માણીતલ માર્યો ગિયો, ખાંતીલો ખેંગાર. [20] [હે ચંપાના છોડ ! તારાં ફૂલોની સુવાસ માણનાર રસીલો ખેંગાર તો માર્યો ગયો, છતાં તું કેમ ફાલ્યો છે? તારા થડમાં અગ્નિ મૂકીને હું તને ભસ્મ કરી નાખું. એવી દાઝ મારા દિલમાં થાય છે.. અંતે વિદાય થતી થતી ગિરનારને ઠપકો આપે છે: ઊંચો ગઢ ગરનાર, વાદળસું વાતું કરે; મરતાં રા' ખેંગાર, રંડાપો રાણકદેવીને. [21] [ગિરનાર પહાડ તો આકાશ સાથે વાતો કરતો હોય તેટલો ઊંચો ઊભો છે; એને શું? રા' ખેંગાર મરતાં વૈધવ્ય તો રાણકને આવ્યું.] ગોઝારા' ગરનાર ! વળામણ વેરીને કિયો ! મરતાં રા' ખેંગાર ખરેડી ખાંગો નવ થિયો ! [22] [હે હત્યારા ગિરનાર ! આજે તું ઊંચી નજરે ઊભો ઊભો શત્રુ સિદ્ધરાજને વિદાય દઈ રહ્યો છે ! તારો સ્વામી ખેંગાર મરતાં શોક અને લજ્જાને ભારે તું હલબલી જઈને ખંડિત કાં નથી થઈ જતો ?] એ વખતે રાણકના મર્મપ્રહારોથી ગિરનારનાં શિખરો જાણે તૂટી પડતાં હોય અને રાણક એને મા-કાર કરતી હોય એમ કહે છેઃ 478 મ પડ, મારા ઓધાર ! ચોસલ કોણ ચડાવશે ? ગયા ચડાવણહાર, જીવતાં જાતર આવશે. [23] [હે મારા આધાર સ્વરૂપ ! તું ન પડ. તું પડીશ તો તારા પથ્થરો કોણ ચડાવશે ? ચડાવનાર વીર ખેંગાર તો ગયો. હવે તો જીવતાં હશે તે જ તારી યાત્રાએ આવશે. ઊતર્યા ગઢ ગિરનાર, તનડું આવ્યું તળેટીએ; વળતાં બીજી વાર, દામોકુંડ નથી દેખવો. [24] ગિરનાર ગઢ ઊતરીને મારું શરીર તળેટીમાં આવી પહોંચ્યું. હવે બીજી વાર તો મારે આ સ્થળે વળવાનું કે દામોકુંડ જોવાનું નિર્માયું નથી.] સિદ્ધરાજ જ્યારે રાણકને પોતાના પાટનગર પાટણમાં લઈ જઈ પટરાણી કરવાની ' અસલ દોહોઃ પ્રાચીન ભાષામાંથી આવો નીકળે છે : તંઈ ગડૂઆ ગિરનાર ? કાહૂં મણિ મત્સરૂ ઘરિઉં ! મારીતાં પંગાર, એક્ક સિંહરૂ ન ઢાલિઉં !

લોકગીત સંચય

૪૭૮
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૮