આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨૩)
| પ્રેમલો, તારાચંદનો તારિયો, એ તીતે બોલાય છે. જ્યારે કોઈ ઉપસ્થનું નામ લે છે ત્યારે એમ કહેવાય છે કે એભૂંડું બોલે છે.) | |
| તારાચંદ : | મને ગધાડીનો કહ્યો, ને વળી. |
| મલુકચંદ : | મને મા સામી ભુંડાબોલી ગાળ દીધી. |
| તારાચંદ : | તેં મને મા સામી ભૂંડાબોલી ગાળ દીધી કે? |
| પ્રેમકોર : | (મલુકચંદને કહે છે) તારી મા તો એની ભાભી થાય, તે ભૂંડબોલી ગાળ એ તો દે, પણ એની મા તો તારે કાકીમા થાય, તેને તેં ભુંડાબોલી ગાળ દેવાય નહિ.
(દીયરનો તથા ભાણેજનો મશકરી કરવાનો તથા ગાળ દેવાનો , હસવા બોલવાનો ચાલ છે, પણ એ ચાલ ખરાબ છે.)}} |
| મલુકચંદ : | એ મારી મા સામી ગાળ દેશે તો હું એની મા સામી ગાળ દેઈશ. |
| મંછી : | લ્યો હવે તો ઊઠીશું. ઘેર વાટ જોતા હશે. |
| પ્રેમકોર : | હમણાં જવાય છે. બેઠાં છો, શી ઉતાવળ છે ? તમે અહીંયા ક્યારે આવો છો ? |
| હરકોર : | પેલા સામા ઘરમાં બેઠાં છે તે કોણ છે ? |
| પ્રેમકોર : | એ અમારે બેન.
(સોક્યને બેન કહે છે.) |
| નવલ : | તમારી સોક્ય ?
(ઘણું કરીને સોક્યની સાથે બોલવાનો વહેવાર ન હોય. કારણ કે લડાઈ હોય છે) |