આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૮)
| પ્રેમકોર : | જાણ્યામાં તો સાતેવાનાની સુખડી કરશે.
(લાડવા, પેંડા, બરફી, જલેબી, સુતરફેણી, ઘેબર, ખાજાં) |
| મંછી : | હા ? ત્યારે તો બહુ સારૂં. |
| નવલવહુ : | બાઈજી.
(સાસુને બાઈજી કહે છે.) |
| પ્રેમકોર : | હાં. |
| નવલવહુ : | મને તેડી જશો કે ઘેર મુકી જશો ? |
| પ્રેમકોર : | તમારો વર કહે તેમ કરજો બાપા.
જે બાયડી ધણીની મનાતી થઈ, તે પછી સાસુનું કહ્યું કાંઈ માને છે ? |
| નવલવહુ : | શું તમારૂં કહ્યું હું નથી માનતી ? |
| પ્રેમકોર : | બધુંએ માનો છો.
(મતલબ કે કાંઈ નથી માનતી.) |
| મલુકચંદ : | મા, મને જમવા મોકલીશ કે નહીં ? |
| નવલવહુ : | તારા મોટા બાપા જાણે. |
| મલુકચંદ : | હમણાં ને હમણાં તું જઈને મારા મોટા બાપને કહે. |
| નવલવહુ : | મેર મેર પીટ્યા, હું તે તારા મોટા બાપને ક્યાં કહેવા જઈશ.
(સ્ત્રીની વરસ ૪૦ની ઉંમર થાય ત્યાં સુધી સસરા સાથે વાતચીત કરવાનો ચાલ નથી.) |
| મંછી : | અરરર, જીભ તો વાઢ્યા જેવી દેખાય છે, દીકરા જેવી |