આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૯)
| પ્રેમકોર : | (પોતાના ચાકરને કહે છે) અલ્યા ચાલ્ય ઝટ, અહીં એક નાની જાજમ લાવીને પાથર. |
| ચાકર : | પાથરું છું.
માણકચંદની વહુએ પ્રેમકોરબાઈને પગે પડાવા માંડ્યું ( વહુ હોય તે વૃદ્ધ અથવા પોતાથી મોટી હોય તેને પગે પડે છે) |
| પ્રેમકોર : | નાના, રહેવા દો; તમે હવે શું મારે પગે પડશો. તમે મારાં જેવડાં કહેવાઓ. |
| પ્રેમકોર : | ઓ નવલવહુ, તમે શેઠાણીને પગે પડો.
પછી નવલવહુ પગે પડી. એટલે મંછીવહુ કહે છે કે લ્યો રાખો, ટાઢાંપેટ, વસ્તાંપેટ, દીકરા જણજો, ને ઘર ભરજો!! |
| પ્રેમકોર : | આવો આપણે મળીએ, કેમકે ઘણે દહાડે ભેળાં થયાં છીએ.
(એકબીજાને બાથ ભરીને મળવાનો ચાલ છે. તે બારબરીયાંને મળે છે.) |
| મંછી : | હા, ઠીક, લ્યો મળીએ. પછી મળ્યાં. |
| પ્રેમકોર : | (પોતાના ચાકરને કહે છે) અલ્યા ઊઠને, ત્યારનો શું કરે છે ? જાજમ લાવીને પાથર, સઊ ઊભાં થઈ રહ્યાં છે.)
(ચાકર સુસ્ત, ઘણું કરીને ચાકર કણબી હોય છે.) |
| ચાકર : | આવું છું તો ખરો; હું તે એકલો ચેટલુંક કામ કરૂં ? આ થાળીઓ માંજીને આવું છું.
(ચાકરની બેઅદબી) |
| પ્રેમકોર : | ઊઠીને પીટ્યા, બળી તારી થાળીયો માંજવી; |