લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોઈએ એવો આનંદ અનુભવાય છે. 'દીપાત્યય', 'પુત્રીપ્રયાણ', 'ધેનુ', સ્થિત્યન્તર', ' દ્રુહિતા', 'પિયર' આદિ કાવ્ય સંસાર- જીવનની ક્ષણો કેવી વિચારમય અને સંસ્કારમય બતાવી શકે તેવાં છે ?

'કદલી ', 'શરચ્ચંદ્ર', 'ઉલૂક', 'ધરિત્રી', 'ક્ષારાબ્ધિ' નાં જેવાં કાવ્યો સુષ્ટિદર્શનદ્વારા કેવો બોધ આપી પ્રભુકૃતિનાં દર્શન કેવા ભાવથી કરવાં એ શીખવી શકે તેવાં છે, અને 'વિપત્', 'અન્વેષણ', 'નરમેધ', 'યોગભ્રંશ', 'અનવસર', 'સ્ખલન' જેવાં કાવ્યો લેખકના હૃદયનાં અમુક પ્રસંગનાં ચિત્રો બહુ સ્પષ્ટ- તાથી પાડી તે હૃદય સાથે અનુકંપા આકર્ષવામાં બહુ સફળ થઈ કાવ્યવાચનથી મળવો જોઈતો બોધ અને આનંદ એક સાથે આપી શકે છે.

રા. બેટાદકરનાં કાવ્યો બધાં વિચારનું જ પ્રાધાન્ય સ્વીકારે છે. તે વિચારો તત્ત્વજ્ઞાનના કે ઉંચી કલ્પનાથી ઉદ્‌ભવેલા માત્ર વિદ્ધાનો- નેજ સમજી શકાય તેવા નહિ, પણ સંસારમાં જીવન ગાળનાર, સાધારણ શક્તિવાળા અને સામાન્ય અભ્યાસવાળા વાચકો શબ્દ- જ્ઞાનની મદદથી સહેજે સમજી શકે તેવા હેવાને લીધે તે કાવ્યોની લોકપ્રિયતાનું ક્ષેત્ર વિશાળ થવાની સંપૂર્ણ આશા રાખી શકાય છે.

શૈલી સરલ અને સુગમ હેાવા છતાં સંસ્કૃત શબ્દોના સારા મસાલાથી ભભકદાર બને છે, તેમ સાથે સામાન્ય વાચકને જરા મુશ્કેલ પણ પડે તેવી છે. છંદો બધા શુદ્ધ અને સંવાદપૂર્ખ, લીસી નીચી નમતી જગામાં પાણીને રેલે જેવી સરલતાથી વહી જાય તેવી સુગમ્ય, સુપ્રવાહી હોવાને લીધે આ બધાં કાવ્યો એક કે બીજા