લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૫૧)
<poem>

જેણે સમર્પિત શરીર કર્યું પરાર્થે, ભીતિ થકી ક્યમ ડરી-અટકી પડે તે ? ઉંચે શિરે રવિ તણી કરતાં પ્રતીક્ષા, નિશ્ચેષ્ટ આતુર બની તરૂ સર્વ ઉભાં.

ક્રીડા અનેક ત્યજીને પરિવાર સાથે, સૂતાં સમસ્ત નભસંગમ નીડ માંહે; શાંતિ અપૂર્વ સઘળે પ્રકટી દીસે છે, તેમાં અરે ! પ્રખર આ સ્વર કયાંથી આવે ?

હા ! હા ! ઉલૂક ! તુજ શબ્દ જણાય એ તો, ગંભીર આ ગિરિ થકી પ્રતિધોષ લેતો; નિદ્રા અરે જગતની ક્યમ તું ત્યજાવે ? શાને નિશીથ સમયે સહસા સતાવે ?

કો દેવ કે અસુરનો પ્રિય દૂત તું છે ? ને તારી ઉક્તિ મહિં ગૂઢ રહસ્ય શું છે ? હા ! મૃત્યુદૂત બલવત્તર તું દીસે છે ! સંદેશ યોગ્ય સમયે અમને શુણાવે.

છોડી પ્રવૃત્તિ જગ સ્વસ્થ બની રહેલું, તેથી રહસ્ય શુણશે થઇ શાંત તારૂં; એવા વિચાર થકી તું વદવા ચહે છે, ઘેલા ! વિચિત્ર જગને પણ તું ન જાણે !