( ૭૯ )
પરંતુ પલમાત્રમાં ગઈ ! અચિંત્ય ઉડી ગઈ ! ગઈ વિહગવાહની ! અમરપંથ ભેદી ગઈ ! અને હૃદય અાકળું ઝબક પામી જાગી ગયું, ન રાસ, ન રસેશ્વરી. અહહ ! શૂન્ય સર્વે થયું !
અયિ ! હૃદયરંજની ! નવ પ્રભાભરી ભારતી ! અયિ ! પ્રણયવર્ધિણી ! રસતરંગિણી ક્યાં ગઈ? ન દોષ લવ મેં કર્યો, નહિ પ્રમાદ ક્યારે થયો, સુરમ્ય તુજ ગીતડું સતત ઝીલતો હું રહ્યો.
અનાદર ન અંતરે, ન ઉર–ભાવ એાછો થયો, ત્યજી શરણ સર્વથા ઈતર માર્ગમાં ના ગયો; ખરો ! ક્ષિતિજ ઉપરે કમલ-કન્યકા કોઢતી, નિનાદ કંઈ કંકણે નવલ નૂપુરે નાખતી.
પડ્યો શ્રવણું એ ધ્વનિ, ઉર લગીર ઉંચું થયું. અને નયન કૈં ફર્યાં નિમિષમાત્ર એ તો રહ્યું; અરે ! સ્ખલન એટલું હૃદય ના શકી તું સહી? ત્યજી પ્રણય પૂર્વનો, સુખ સમગ્ર લૂટી ગઈ !
ભર્યો પ્રણયવારિધિ સકળ શુષ્ક ભાસે થયો, થયું જગત જાગતું, પ્રખર શબ્દ કાને પડ્યો; વિરૂપ ભય-ભૂતડાં નિકટ હાય ! આવી હસે ! ગ્રહે હૃદય કારમું, કંઈ વિચિત્ર ચેષ્ટા કરે.