પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

લાવટ છે.” હું ‘ગીતગોવિન્દ’નું માધુર્ય વખાણું છું, અને તેને શુંગાર રસ પણ કેટલેક દરજજે મનહર ગણું છું પણ એની પ્રસિદ્ધિનાં મુખ્ય કારણ હુ’ બેજ માનું છું: (૧) વૈષ્ણવ સંપ્રદાયના ફેલાવે,' અને (૨) તે સંપ્રદાયના આચની સંગીત ઉપર સવિશેષ અભિરુચિ. ગીતગોવિન્દ”નું સંગીત કાને મેહક ન થઈ પડે ? તે બSong of songs” કહેવાય એમાં. શું આશ્ચર્ય ? પણ એમ છતાં પ્રાચીન કવિરત્ના સાથે તો જયદેવને નજ મૂકાય. વળી ઉપાધાતમાં રા. કેશવલાલે શુદ્ધ સંસ્કારી ભાષામાં બતાવી આપ્યું છે કે “ કવિ જયદેવનું હૃદય ભક્તિમય અને જીવન પ્રેમમય હતું” મહાકવિ જયદેવે રસસામગ્રીના વિનિયોગ કેવલ ભગવતિમાંજ કર્યો છે માટે અમે તેને ભક્તકવિ કહિએ છિએ ” એ અભિપ્રાયમાં અમે મળી શકતા નથી. જયદેવને શંગારી કવિ લેખવામાં અમને વધારે ઔચિત્ય જ. ણાય છે, કેમકે “ ગીતગોવિન્દનું કાવ્યત્વ ભક્તિમાં નહિ પરંતુ શંગારમાં રહેલું છે એ વાત પ્રત્યેક સર્ગના અન્તના શ્લોકો કાઢી નાંખવાથી પણ · ગીતગોવિન્દ ” નું કાવ્યસ્વરૂપ બદલાતુ નથી એટલાથી સિદ્ધ છે. એક રીતે બોલતાં વસ્તુસ્વભાવની પરાકાષ્ટા, શુદ્ધ અલૈકિક પરાકાષ્ઠા, એજ ભગવતસ્વરૂપ છે, અને તેની ભાવના એજ ભગવદ્ભક્ત છે, એટલે શુંગારમ્રાત કૃષ્ણનું આલેખન કરવામાં ભગવસ્વરૂપની કવિએ ભાવના કરી છે એમ કહી શકાય, પણ આ અર્થમાં કવિમાત્ર ભક્ત છે, અને “ ભક્તકવિ ” કહેવાથી કવિત્વમાં કોઈ પણ પ્રકારનો વિશેષ સૂચિત થતા નથી. “ ગીતગોવિન્દ ' જે ભક્તિકાવ્ય ગણાય તો કુમારસંભવ, ઉત્તરરામચરિત, શિશુપાલવધાદિ કાળે પણ એજ કક્ષામાં નાંખવાં જોઈએ. ગંગાલહરી, ભગવદ્ગીતાને એકાદશાધ્યાય વિરીય વિમો દિયામયૅ પરિપડ્યામિ મવમવૅ જ્ઞાત ઇત્યાદિ રસમય ઉંક્તિઓથી ઉભરાતું' ઉપમન્યુકૃત શિવસ્તોત્ર ઇત્યાદિ કેટલાક ગ્રન્થો વિશેષ અર્થમાં ભક્તિકાવ્યના ખરા નમૂના છે. | ‘ ગીતગોવિન્દ ' નું ભાષાન્તર કેવા ધારણથી કરવામાં આવ્યું છે એ સમજાવતાં રા. કેશવલાલે ભાષાન્તરની વસ્તુશાહી, ભાવગ્રાહી, અને રસગ્રાહી એવી ત્રણ પદ્ધતિઓ પાડી, એનાં ઉદાહરણ તરીકે મુદ્રારાક્ષસ, ‘અમરુશતક ” તથા “ ગીતગોવિન્દ ' નાં પતે રચેલાં ભાપાત્રો બતાવ્યાં છે. આ ભેદ કાવ્યનાં સ્વરૂપને લઇને પડ્યો છે, માટે વસ્તુ, ભાવ, અને રસ એવાં કાવ્યનાં ત્રણ સ્વરૂપ સંભવી શકે છે કે કેમ એ વિચાર પ્રાપ્ત થાય છે. “ સરસ વાક્ય તે કાવ્ય,’ એવું કાવ્યનું લક્ષણ સ્વીકારીએ તો વરતુ ભાવ અને રસ એવાં કાવ્યનાં ત્રણ ભિન્ન ભિન્ન સ્વરૂપે યુક્તિસિદ્ધ નથી, અને વસ્તુ તથા ભાવદારા એ બેમાં અનુસ્મૃત રસ એટલે કાવ્યના અનિર્વચનીય આનંદવિશેષ તે રપુરે છે ઈત્યાદિ કથન ઉપર થઈ ગયું” છે. માટે કાવ્યનું ભાષાન્તર વસ્તુગ્રાહી અથવા ભાવગ્રાહી હાવું જોઈએ, અને તે સાથે તે અને વશ્ય રસગ્રાહી પણ થશે. કેમકે પૂર્વોક્ત અર્થમાં રસ ” એજ કાવ્યનો આત્મા છે, અને વસ્તુ’ અને ‘ ભાવ” એ બે એનાં આવિર્ભાવનાં સ્થાન છે. આ રીતે મુદ્રારાક્ષમાં વસ્તુ–રસ અને અમરશતક, ગીતગોવિન્દમાં ભાવરસ છે, એટલે એકનું ભાષાન્તર વરસ-ગ્રાહી, અને બીજા બેનું ભાવરસમ્રાહી, થવું ઘટે છે. પણ ‘ રસ અથૉત ‘વિભાવાદિથી વ્યકત રતિ ઉત્સા2. * Lyric, Dramatic અને Flic એવા કાવ્યના ત્રિવિધ અત્યન્ત ભેદ માનનારા કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો સંસ્કૃત સાહિત્યમાં Lyric સ્વરૂપનું પ્રસિદ્ધ આ એકજ કાવ્ય જોઈ એ તરફ ખેંચાય એ સંભવિત છે. વળી ભાષાન્તર કરોનું Lyric Poetry તરફ સ્વાભાવિક વલન હોય, એ પણ અત્રે કારણભૂત છે. anahi orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50