પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
શ્રીરામકૃષ્ણપરમહંસ.


પુરૂષ છે અને જગતના મિથ્યાપણાનો તે સાક્ષી છે. તેની સમીપના દરેક હિંદુના હૃદયમાં લાગણી ઉત્પન્ન કરે છે. ઈશ્વર સિવાય તેને બીજો કંઈ વિચાર નથી, બીજો કંઈ ઉદ્યોગ નથી, બીજું કંઈ સગું નથી અને બીજો કોઈ મિત્ર નથી. તેને મન ઈશ્વર જોઇએ તે કરતાં પણ વધારે છે. તેની અકલુષિત પવિત્રતા, તેનું જ્ઞાન, શાંતિ, સાર્વજનિક સ્નેહ અને ઇશ્વર તરફ અગાધ પ્રેમ, એજ તેને મન સર્વ છે. એ સિવાય તે બીજું કંઈ ઈચ્છતો નથી. અમારૂં ધાર્મિક આદર્શ જુદુ છે, પણ જ્યાં સુધી ઇશ્વર તેને જીવતો રાખશે ત્યાં સુધી તેનાં પવિત્ર ચરણ કમળ આગળ અમે બેસીશું અને તેની પાસેથી પવિત્રતા, અધ્યાત્મિકતા અને ઈશ્વર તરફ અગાધ પ્રેમ વિષે અનેક બોધ ગ્રહણ કરીશું.”

બ્રહ્મોસમાજના નેતા કેશવચંદ્રસેન ઉપર શ્રી રામકૃષ્ણ પરમહંસની અસર કેટલી થઈ હતી તે નીચેના ફકરા ઉપરથી જણાશે. બાબુગિરિચંદ્ર સેન એ વિષે લખે છે કે —

“શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવન ઉપરથીજ બ્રહ્મોસમાજમાં ઈશ્વરને શક્તિ રૂપે ભજવાનો સિદ્ધાંત પ્રચલિત થયો. અમારા આચાર્ય કેશવચંદ્ર સેને ઇશ્વરને શક્તિ તરિકે પુજવાનો, તેને “મા” કહીને સંબોધવાનો અને એક બાળકની માફક તેની પાસે અરજ કરવાનો સિદ્ધાંત પરમહંસ પાસેથી ગ્રહણ કર્યો હતો. બ્રહ્મસમાજનો ધર્મ પ્રથમ માત્ર જ્ઞાનના વાદવિનોદમાંજ હતો; પરમહંસના સહવાસથી બ્રહ્મોસમાજના ધર્મમાં મિષ્ટતા આવી છે.”

બાબુચિરંજીવ શર્મા લખે છે કે :—

“પરમહંસ અને કેશવચંદ્રસેને પોતાના વિચારો આપણા કર્યા તેથી બ્રહ્મોસમાજમાં ભક્તિ વધી છે. પરમહંસના સાદા બાળક જેવા સ્વભાવે કરીને કેશવચંદ્રસેનના યોગાભ્યાસ, ત્યાગ, પવિત્રતા, ભક્તિ