પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
ભાવીજીવનનો ઉષ:કાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


વિચારમાંજ કાળ નિર્ગમન કરતા. તેઓ માત્ર કૌપીન અને એકાદ ભગવું વસ્ત્ર શરીરે ધારણ કરતા. જમીન ઉપર સાદડી પાથરીને તેઓ સુતા. કેટલાક દેવો, દેવીઓ અને સાધુઓની છબીઓ, રૂદ્રાક્ષની માળાઓ અને એક તંબુરો, એટલીજ વસ્તુઓ ત્યાં ભીતે ખીંટીઓ ઉપર લટકતી જણાતી હતી. ખુણામાં એક ખાટલા ઉપર આસરે સોએક પુસ્તકો-સંસ્કૃત, બંગાળી, અંગ્રેજી-પડેલાં દેખાતાં હતાં. સંસારની લાલસા વગરના, સાદા અને બાળક જેવા સરળ સ્વભાવના આ સાધુઓ આધ્યાત્મિક અભ્યાસ અને સ્વાતંત્ર્યથી પ્રાપ્ત થતા પૂર્ણ આનંદને ભોગવી રહ્યા હતા. નરેન્દ્ર સર્વનો રક્ષક હતો. શ્રી રામકૃષ્ણ એક વૃક્ષ જેવા હતા, નરેન્દ્ર તે વૃક્ષનું થડ હતો અને તેના ગુરૂ ભાઈઓ તેની શાખાઓ રૂપે બની રહ્યા હતા. આ મહાન વૃક્ષનાં ડાળપાન સર્વત્ર પ્રસરી રહેવાનાં હતાં.

પ્રભુનાં બાળકોની સંભાળ પ્રભુ લે છેજ. જેમણે પોતાનું જીવન પ્રભુને અર્પણ કરેલું છે તેમની કાળજી શ્રીહરિ રાખેજ છે.

શ્રીરામકૃષ્ણના એક ભક્ત સુરેન્દ્રનાથ મિત્ર-સુરેશ બાબુ-કરીને હતો. તેનું લક્ષ મઠના સંન્યાસીઓની તંગી તરફ ખેંચાયું. તેણે ગોપાળ નામના એક માણસને નોકર તરીકે રાખી લઈને કહ્યું કે તારે આ મઠમાં રહેવું અને આ સાધુઓને જ્યારે જ્યારે જે જે વસ્તુની જરૂર પડે ત્યારે મને આવીને કહી જવું. ગોપાળ હવે મઠમાંજ રહેવા લાગ્યો અને જ્યારે સાધુઓને ખાવા પીવાની તંગી હોય ત્યારે સુરેશ બાબુને ખબર કરતો; એટલે એકદમ સુરેશ બાબુ તે વસ્તુઓને માટે પૈસા આપી કહેતા કે જે જોઈએ તે લઈ જા, અને તેમને કહીશ નહી કે તે મેં મોકલ્યું છે ! પૂછે તો પણ એટલું જ કહેજે કે મને કોઈએ આપ્યું છે અને તમને પહોંચાડવાનો ઘણો આગ્રહ કર્યો છે. આ પ્રમાણે વગર યાચનાએ જે કઈ આવતું ત્યારે સાધુઓ તેનો