પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેજોમય થયો હતો; આખરે તેણે આખા વિશ્વની મુસાફરી કરી હતી. હવે પાછો ફરીથી તે તારો પૂર્વના ક્ષિતિજ ઉપર ઉદયમાન થવા લાગ્યો છે ! તેનો પ્રકાશ હવે પ્રથમ કરતાં હજારો ગણો વધારે વધવા લાગ્યો છે.”

“ધન્ય છે કે કોલમ્બીઆ ! ધન્ય છે સ્વાતંત્ર્યની માતૃભૂમિ ! જેણે કદી પોતાના પાડોશીના લોહીનું એક પણ ટીપું પાડ્યું નથી, પોતાના પાડોશીને લુંટીને જલદીથી ધનવાન થવાય છે એવું જે કદીએ સમજ્યું નથી, તેવા કોલમ્બીઆ ! શાંતિ અને સુલેહની પતાકા હાથમાં લઈને તારેજ જગતના સુધારાના અગ્રેસર થવું એમ પ્રભુએ નિર્માણ કરેલું છે.”

સ્વામીજીના ભાષણથી પાશ્ચાત્ય પ્રજાઓનાં હૃદયોમાં નવોજ પ્રકાશ પડી રહ્યો. તેમના વિચારોની વિશાળતા અને સર્વગ્રાહિતાને લીધે ખ્રિસ્તીઓના ધર્માંધપણાને ઘણોજ સખત ફટકો વાગ્યો. વાડા કરીને બેઠેલા પાદરીઓ અને અન્યધર્મીઓ ઉપર તેથી જબરો પ્રહાર થઈ રહ્યો. સ્વામીજીની “સર્વસંગ્રાહ્ય ધર્મની કલ્પના”થી સંકુચિત વિચારના પંથોને ઘણો મોટો ઘા લાગી રહ્યો. સ્વામીજી સર્વને અનુભવસિદ્ધ વાત કહેતા હતા. તેમના બોધથી હવે સર્વે સમજ્યા કે “સત્ય સર્વત્ર એકજ છે, અને ખરો ધાર્મિક અનુભવ સર્વ સ્થળે સરખોજ હોય છે.”

માત્ર થોડા હજાર વર્ષોથીજ આ જગત ઉત્પન્ન થયેલું છે એમ પાશ્ચાત્યો માનતા હતા, તેમને સ્વામીજીએ પોતાના વિચારોથી સિદ્ધ કરી બતાવ્યું કે જગત અને ઇશ્વર બંને અનાદિ છે. પુનર્જન્મની સાબીતિ આપતાં સ્વામીજીએ દૃઢ નિશ્ચય અને સ્વાનુભવથી સર્વને જણાવ્યું કે પોતાના ગત જીવનના બનાવો જાણવાને હિંદના પ્રાચીન રૂષિઓએ યોગમાર્ગ સર્વને માટે ખુલ્લો મુકેલો છે. જાતે અનુભવ