પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૭
રામકૃષ્ણ મિશનની સ્થાપના.


ધાર્મિક છે અને તે લોકોના આર્થિક, સામાજિક અને ધાર્મિક હિતને માટેજ છે. તેમને રાજ્યદ્વારી વિષયો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.

સભાસદની યોગ્યતા—શ્રીરામકૃષ્ણનું જીવન અને તેમના હેતુઓમાં જેમને શ્રધ્ધા છે અથવા સમાજના ઉપર કહેલા હેતુઓ અને કાર્યમાં મદદ કરવાની જેમની ઈચ્છા છે, તેવા મનુષ્યો તેના સભાસદ થઈ શકશે.

ઉપરના ઠરાવો પસાર થયા પછી સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ મિશનના મુખ્ય નેતા તરિકે ચૂંટવામાં આવ્યા. સ્વામી બ્રહ્માનંદને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા. સ્વામી યોગાનંદને તેના ઉપ પ્રમુખ તરિકે નીમવામાં આવ્યા. પ્રથમ એમ નક્કી કરવામાં આવ્યું કે દર રવિવારે બલરામ બાબુના મકાનમાં સભા ભરવી અને તેમાં ગીતા, ઉપનિષદો વગેરેમાંથી અમુક અમુક ભાગ વાંચવા અને તેના ઉપર વાદવિવાદ કરવો તેમજ વખતો વખત સમાજમાં નિબંધો વંચાવવા અને ભાષણો અપાવવાં. એ પ્રમાણે ત્રણ વર્ષ સુધી રામકૃષ્ણ મિશને બલરામ બાબુના મકાનમાં સભાઓ ભરી. જ્યારે જ્યારે સ્વામી વિવેકાનંદ કલકત્તામાં હાજર હોય ત્યારે ત્યારે તે સભામાં આવીને સર્વેને બોધ આપતા અને પોતાની અદ્‌ભુત સંગીત કલાથી શ્રાતાઓનાં મન રંજીત કરતા.

સમાજનું કાર્ય અને તેના હેતુઓ તરફ સ્વામીજીના કેટલાક ગુરૂભાઇઓ શંકાની નજરથી જોતા. તેઓનું માનવું એવું હતું કે શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં યોગ, સમાધિ અને આત્મસાક્ષાત્કાર સિવાય બીજું કશુંએ કર્યું નથી અને સંન્યાસીઓનું કર્તવ્ય માત્ર પ્રભુની ભક્તિ, યોગની સાધના કે શાસ્ત્રના પઠન પાઠનમાં રહેલું છે. તેઓનું ધારવું એવું હતું કે સંન્યાસ ગ્રહણ કર્યા પછી મનુષ્યનો સંસાર સાથે સંબંધ નથી અને લોકકલ્યાણ કરવાની ઈચ્છા પણ તેને માટે બંધન રૂપજ છે. સ્વામીજીને તેઓ કહેવા લાગ્યા કે