પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૭
ઉપસંહાર.


સ્વરૂપ, ધૈર્ય અને સહનશીલતાનો સંપૂર્ણ અવતાર-સીતા; આદર્શ રાજા શ્રીરામચંદ્ર; આદર્શ સેવક અને કાર્ય કર્તા મહાવીર હનુમાન; વીરપુરૂષ દાનેશ્વરી કર્ણ; અડગટેકી, સંત અને વીર ભીષ્મ પિતામહ; આદર્શ બાળક, આદર્શ યોગી, આદર્શ સારથિ અને આદર્શ જ્ઞાની શ્રીકૃષ્ણ; યોગીઓના યોગી, ત્યાગી, વૈરાગ, લોકહિતાર્થે વિષનું પણ પાન કરી જનાર અને મહાસમર્થ જ્ઞાની શ્રીમહાદેવ; કેવાં અદ્ભુત ચારિત્ર્ય ! કેવા ભવ્ય વિચાર ! આમ છતાં તેમને આ વાત પણ સમજાઈ કે અત્યારે તો હિંદુસમાજમાં ધર્મ કેવળ શુષ્ક, નિર્જીવ બાહ્યક્રિયાઓ અને રિવાજોમાંજ તેમજ માત્ર રસોડામાં અને આભડછેટમાંજ આવી રહેલો છે. તેથીજ તેના પાલનમાં વિચારનો બીલકુલ અવકાશ રહેલો નથી.

સ્વામીજી પશ્ચિમમાં ગયા અને ત્યાંની સંસ્કૃતિને નિહાળી. તેમણે તે સંસ્કૃતિને કેવળ જડવાદથીજ ભરેલી એમ માની નહિ, પણ તેઓના પુરૂષાર્થ, કાર્યપરાયણતા, સાહસિકતા, સામાજીક સ્વાતંત્ર્ય અને નાગરિક તરિકેના આદર્શ જોઇને તેનાં ભારે વખાણ કરવા લાગ્યા. તેમણે લખ્યું છે કે:—

“આર્થિક ઉન્નતિની વિરૂધ્ધ આપણે મૂર્ખાઇથી બોલીએ છીએ અને ના મળે એટલે શિયાળની માફક દ્રાક્ષને ખાટી કહીએ છીએ. ધારો કે આર્થિક સુધારો ખોટો છે, તો પણ હિંદમાં અત્યારે ખરેખર ધાર્મિક સ્ત્રીપુરૂષો કેટલાં છે? બહુ તો ફક્ત એક લાખ ! હવે શું આ લાખ મનુષ્યોની ધાર્મિકતાને માટે ત્રીસ કરોડ મનુષ્યોએ અજ્ઞાન અને ભુખમરો વેઠવાં ? શા માટે એક પણ ભુખે મરે ?”

સ્વામીજીનું વારંવાર ધારવું એવુંજ હતું કે જો કદાપિ ભારતવર્ષનો ઉદય થશે તો તે ધર્મવડેજ થશે. તેમણે કહેલું છે કે “સઘળા સુધારા ધર્મદ્વારાજ આવવા જોઈએ. આર્થિક સુધારો, સામાજિક