પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શક્તા; કેવી ઉત્તમ વિચારશક્તિએ તેમનામાં વાસ કરેલો હતો; કેવો અનુપમ પ્રેમ તે માનવજાતિ પ્રત્યે ધરાવતા હતા અને તેમનો દિવ્ય આત્મા કેવા સ્વર્ગીય પ્રદેશમાં વિચરી રહ્યો હતો. તેમનાં ભાષણો જગજાહેર છે. તે કોઇ અપૂર્વ વિચારકનો ખ્યાલ આપણને આપે છે. તે નવીન સૃષ્ટિમાંજ વાંચકને વિચરાવે છે. આજે તેઓ અખિલ વિશ્વનું ઉત્તમોત્તમ સાહિત્ય બની રહેલાં છે. અનેક દુઃખીઓને તે દિલાસો આપે છે; અનેક સામાન્ય જીવનોને તે ઉન્નત પંથે વાળી રહ્યાં છે; અનેક સંસારી જીવોને તે પૃથ્વી ઉપરજ સ્વર્ગનું ભાન કરાવીને તેમનામાં પરસ્પર સલાહ, શાંતિ, ભ્રાતૃભાવ અને પ્રેમનો પ્રચાર કરી રહ્યાં છે.

ખરેખર સ્વામીજીની બુદ્ધિ, ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું યથાવત્ વર્ણન કરવું અશક્ય છે. તેમનાં માતુશ્રી ભુવનેશ્વરી દેવી બચપણમાંથીજ તેમને જોઇને કહેતાં કે “મારો પુત્ર કોણ હશે ?” આપણે પણ કહીશું “તે કોણ હશે?” ઘણાએ આશ્ચર્યથી પૂછેલું છે. “તે કાણ હશે?” એવા પુરૂષો જગતમાં વારેઘડીએ જન્મતા નથી. ભગવાન રામકૃષ્ણ પરમહંસે કહ્યું હતું તેમ આપણે પણ કહીશું કે એ સમયે એમના જેવો અસામાન્ય બીજો મનુષ્ય પૃથ્વી ઉપર હતો નહિ. સાન ફ્રાન્સીસ્કોની વેદાન્ત સોસાયટીના પ્રમુખ એમ. એચ. લોગન. એમ, ડી, એ, એમ, પી, એચ, જી, એ લખ્યું છે કે:—

“સ્વામીજીના મૃત્યુ પછી લાંબા સમય સુધી અમને દિલગીરી રહી છે. અમને એમજ લાગ્યા કર્યું છે કે જાણે સઘળા દેવતાઓ અમને છોડી ગયા છે. સ્વામીજીની દિવ્ય હાજરી સર્વત્ર શાંતિ અને સુખ પ્રસારતી હતી. તેમના જાદુ જેવા આકર્ષક શબ્દોથી મારા હૃદયમાંથી સર્વ સંશયોનું યુદ્ધ નાશ પામ્યું છે. તેમની આકૃતિ અને સ્વભાવજ દયા અને સહાનુભૂતિ પ્રસારનારાં હતાં. જેઓ તેમને જોતા તેઓ તેમને ચ્હાતાજ. અમારા જેવા કેટલાક જે એમને મળવાને ભાગ્યશાળી થયા