પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૩
ઉપસંહાર.

 તમારાં શાસ્ત્રો અને ઋષિમુનિઓએ બોધેલા અનંત અને અપાર શક્તિવાળા તમારા નિજાત્મામાં શ્રદ્ધા ધરો. બસ મજબુત બનો, શ્રદ્ધા ધરો અને બાકીનું બધું એ એની મેળેજ આવી મળશે.”

વિદેશ ગમનના સંબંધમાં સ્વામીજીએ કહ્યું છે કે: “ભારતવર્ષની બહારના પ્રદેશોના સંબંધમાં આવ્યા વગર હવે આપણને ચાલવાનું જ નથી. ચાલશે એમ જે આપણે માનતા હતા તે આપણી મુર્ખાઈ હતી અને તે મુર્ખાઇની શિક્ષા આપણે એક હજાર વર્ષની ગુલામગીરીથી ભોગવી છે. હિંદુઓએ હિંદની બહાર ન જવું જોઇએ, એવા સઘળા વિચારો બાળકના વિચારો છે. તે વિચારોને હવે હાંકી કહાડવા જોઈએ. જેમ જેમ તમે વધારે બહાર જશો અને જગતની પ્રજાઓમાં પર્યટણ કરશો તેમ તેમ તમે તમારે માટે અને તમારા દેશને માટે વધારે ને વધારે લાભ મેળવતા જશો... જીવનનો વિકાસ કરવો એજ જીવવું છે. તે માટે બહાર જવું જોઈએ અને જીવનને વિસ્તૃત બનાવવું જોઈએ. કાંતો આપણે આપણામાં રહેલી ચેતનશક્તિને ખીલવવી જોઈએ અને કાંતો છે તે કરતાં પણ વધારે અધમ દશા પ્રાપ્ત કરીને મરવું જોઇએ બીજો રસ્તો નથી.”

વિદેશ ગમનમાં રહેલો બીજો હેતુ દર્શાવતાં તેમણે કહ્યું છે કેઃ— “આપણે બહાર જવું જોઇએ અને આપણાં શાસ્ત્રોનાં સત્યો અન્ય પ્રજાઓને સમજાવવાં જોઈએ. આ પ્રમાણે કરવાથી બીજાઓને ધર્મનો બોધ કરવાની પવિત્ર ફરજ આપણે બજાવીશું અને બીજાઓ તરફથી માન મેળવીશું. આપણે સદાએ બીજાઓના વિદ્યાર્થીઓ થઈને રહેવાનું નથી, પણ તેમના ગુરૂઓ પણ થવાનું છે. સમાનતા વગર બંને પક્ષની વચ્ચે મિત્રાચારી થઈ શકે નહિ. જ્યાં સુધી એક પક્ષ સદાએ ગુરૂપદ ધારણ કરી રહે અને બીજો તેના