પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

મારા ઉપર દેખરેખ રાખે છે.” નરેન્દ્રનો અભ્યાસ, બોલવાની છટા, અને નિડરતા જોઈને તે માલીક આશ્ચર્ય પામ્યો અને બોલ્યો : “મારા દિકરા ! તું એક મોટો માણસ થઈશ ! હું તને આશિર્વાદ આપું છું.”

પ્રકરણ ૭ મું ― માબાપની દેખરેખ નીચે.

માતા પિતા બંનેના ગુણની જુદી જુદી અસર બાળકોના મન ઉપર થાય છે. ઘણુંખરૂં બુદ્ધિનો વારસો પિતા તરફથી અને નીતિ અને સહૃદયતાનો હિસ્સો માતા તરફથી મળે છે. પિતા બુદ્ધિને ખીલવે છે અને જીવનનાં કાર્યોને વિશાળ દૃષ્ટિથી જોતાં શિખવે છે. માતા હૃદયને ખીલવે છે, અને લાગણીવાળું તથા નીતિમાન બનાવે છે અને ચારિત્રને ઘડે છે. માતાએ અર્પેલાં આ નીતિ અને સહૃદયતા જ બુદ્ધિને ટકાવી રાખે છે, કારણ કે નીતિ વગર બુદ્ધિ ટકી શકતી નથી. આથીજ માનવ ચારિત્ર ઉપર માતાનો પ્રભાવ વિશેષ ગણાય છે. આવાજ કંઈક અનુભવને લીધે નરેન્દ્ર-વિવેકાનંદ-પ્રખ્યાતિમાં આવ્યા ત્યારે બહુજ મગરૂરીથી કહેતા હતા કે “મારી બુદ્ધિને માટે હું મારી માતાને આભારી છું.”

દરેક માતા પોતાનાં સંતાનોને બોધ તો આપે છેજ, પણ કેટલીક માતાઓનો બોધ ચારિત્રની ઉંડી છાપવાળો હોય છે. આવી માતાઓજ મહાન પુરૂષોને ઉત્પન્ન કરવાને ભાગ્યશાળી થાય છે. આવી માતાઓનું ચારિત્ર તેમના શબ્દે શબ્દમાં ખડું થાય છે અને તે બાળકના મન ઉપર વધારે ઉંડી છાપ પાડે છે. ઘણાખરા મહાન પુરૂષોનાં ચરિત્રો તપાસતાં માલમ પડે છે કે તેમની માતાઓએ અર્પેલા ઉચ્ચ સંસ્કારોને લીધે જ તેઓ મહાન પુરૂષ બનવાને શક્તિમાન