પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
ભાવિ જીવનનું ભાન.


લાગતું. “કર્મ કર્મને માટેજ કરવાનાં છે, ભયથી કે સ્પૃહાથી કરવાનાં નથી.” “જે મારી પાસે આવે છે તે સંસારરૂપી સાગરને તરે છે.” વગેરે ગીતાના વાક્યોમાં અગાધ ઉંડું તત્ત્વ સમાયેલું છે એમ તેને ભાસવા માંડ્યું, અને એ સત્યોની અસર એવી તો તેના હૃદય ઉપર થઈ કે “લોક કલ્યાણ એ પોતાનું જ કલ્યાણ છે, જગતનું ભલું કરનાર પોતાનું જ ભલું કરે છે, જગત ઉપર તે ઉપકાર કરે છે એમ તેણે ધારવાનું નથી ” આવા આવા અનેક સિદ્ધાંતો તેના મનમાં ઠસ્યા અને તે તેના જીવન પર્યંત તેના હૃદયમાં સામ્રાજ્ય ચલાવી રહ્યા. ગીતાનાં રહસ્યોમાં હિંદુ જીવનની ચોક્ખે ચોક્ખી ભાવના તેને જણાઈ. ગીતાએ તેને અસમાન્ય પુરૂષાર્થ સમર્પ્યું, અને એ દિવસથી તે હિંદુ ધર્મેનો બહાદુર રક્ષક બની રહ્યો. એક પુત્ર પોતાની માતાને માટે લાગણી ધરાવે તેમ નરેન્દ્ર હિંદુ ધર્મને માટે લાગણી ધરાવવા લાગ્યો. ગીતાએ તેને હાજર જવાબી બનાવ્યો અને ખ્રિસ્તિ પાદરીઓના બોધ સામે હિંદુ ધર્મની મહત્તા દર્શાવી આપવાનો જુસ્સો તેનામાં આણ્યો.

એક દિવસ એક પાદરી જાહેર રસ્તા ઉપર હિંદુઓના એક મોટા ટોળાંને બોધ કરતો હતો. તે બોલ્યો : “મારી લાકડીથી તમારા દેવની મૂર્તિને મારૂં તો તે શું કરે ?” શ્રોતાઓ સૌ ચૂપ રહ્યા. જવાબ આપવાને કોઈ શક્તિમાન નહોતું. નરેન્દ્ર તેના મિત્રો સાથે તેજ રસ્તે થઈને જતો હતો તેણે એ સાંભળ્યું. પાદરીને તેણે જવાબ આપ્યો : “હું તમારા દેવને ગાળ દઉં તો તે મને શું કરી નાખશે ?” પાદરીએ કહ્યું : “ તમે મરશો ત્યારે તમને નર્કના અગ્નિમાં નાંખશે !” નરેન્દ્ર જવાબ આપ્યો : “ત્યારે મારા દેવની મૂર્તિ પણ તમે મરશો ત્યારે તમને બાંધીને લટકાવશે !” પાદરી સાહેબ ખીજવાઈ ગયા અને ચૂપ થઈને છાનામાના ચાલ્યા ગયા. નરેન્દ્ર