પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વાનુભવ સ્વપ્નાવિષે.

તેજની કિરણો તેઓની આંખ પર પડતી ત્યારે આસપાસની મોટી મોટી ચીજો, છેક નજદીકમાં હોય તેમાં પણ જે સામી દૃષ્ટિ કરે તેટલી જ દેખી શકતાં હતાં. અમે બોલીએ એ તેઓ સાંભળવી શકતા નહોતા. વિશ્વકર્માને અથવા અમને એ બીચારાં દેખી શકતાં નહોતાં. પણ તેઓ માંહો માંહી વાતચીત કરતાં હતાં તે અમે સાંભળી શકતાં હતા. માટે કાન ધરીને અમે સાંભળવા લાગ્યા. તો પૂરી રમુજ જેવી વાત અમે સાંભળી.

કેટલાંએક પુતળાં તેમાંની જગ્યા સારૂ, પદાર્થ સારૂ અથવા પોતાના હુકમમાં બીજાં પુતળાંઓને રાખવા સારૂં સામસામાં લડી મરતાં હતા. ત્યારે એક પુતળું બોલવાની હુશીઆરીવાળું હતું. તે બીજાંને એવું કહેતું હતું કે, આ સઘળાનો બનાવનાર હું છું. અને તમને સમજાવા સારૂં હું પેદા થયો છું, માટે મારૂ કહ્યું નહિ માનો તો હું તમારા જીવને શરીરમાંથી નીકળ્યા પછી શીક્ષા કરીશ.

વળી બીજું પુતળું કહેતું હતું કે, આ સઘળું બનાવનાર જે છે, તેની પાસેથી હું આવ્યો છું, માટે હું કહું તેમ તમે કરો. પછી કેટલાંએક એવાની વાતો માનતાં હતાં, અને કેટલાએક તેઓના સામે થઈને લડાવા અથવા નિંદા કરવા લાગતાં હતાં. પેલાઓને એમ કહેવાનું કારણ એટલું જ જણાતું હતું કે, સઘળાં અમારૂં કહ્યું માનીને એક જાતમાં સંપીને રહે, અને એક બીજાનું નુકશાન કરે નહિ તો ઘણું સારૂં.

પણ એમ બોલનારા ઘણા થયા, અને તેઓનાં મત કેટલીએક વાતે મળતાં રહ્યાં નહિ, તેથી એક બીજાના મતનાં પુતળાં પોતાનાં મત કબુલ કરવા સારૂં સામસામાં વૈર કરવા લાગ્યાં. અને ઘણાં તો