પૃષ્ઠ:Tarlaa.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૯
હવાફેર.


એને ગાલે, વાંસે હાથ ફેરવ્યો અને પિતાના સ્નેહાળ વર્તને કાળા વાદળમાં વિજળીનો ચમકારો થાય તેમ શોકાતુર ચહેરા ઉપર સ્મિત હાસ્ય આવ્યું. લીલા સૌથી ન્હાની, અને એટલે સૌથી વ્હાલી પુત્રી હતી. લીલા પોતાના હૃદયની વાત જેટલી બાપને કહેતી તેટલી માને કહેતી નહી. પિતાજી મ્હારી સ્થિતિ સમજી ગયા છે એમ લીલાને તરત જ લાગ્યું ને સંતોષ થયો.

'લીલુ ! હિંમત રાખ. સાંભળ. આમ કર. રોજ સ્હવારે ઉઠી ત્હારે એમ જ માનવું કે હું તદન સારી થઈ ગઈ છું ને મ્હારા જેવું કોઈ સુખી જ નથી. પિતાની સાથે હમેશની માફક આજ શા માટે ફરવા ન જાઉં?'

લીલાએ નિશ્વાસ નાખ્યો. પિતાના ખોળામાંથી માથું ઉપાડી લીધું અને ભીંત સામું મ્હો કરી પાસું વાળી પડી રહી.

મમતાળુ માતાએ આ જોયું ને પતિને ઠપકો આપતાં કહ્યું – તમે પણ જેમ આવે તેમ બોલતા હશો? બીચારીના જીવને પૂછવું જોઈએ છીએ. વળી એ વાત સંભારી એને દુઃખી કરો છો. શારીરિક ખૂન કરનારને ફાંસીની સજા છે તો માનસિક ખૂન કરનારને માટે શા માટે સજા ન હોવી જોઈએ ?

પિતાને લાગી આવ્યું. પોતે ભૂલ કરી એ સમયે. છતાં પણ જતાં જતાં બોલ્યો, ;પણ લીલાના સંબંધમાં તો ત્હારો જ વાંક છે, મ્હે તો પહેલે જ દિવસે કહ્યું હતું. ત્હેં એને બોલાવ્યો હતો.'

પતિના આ શબ્દ પુત્રીને દુઃખે દુઃખી થતી માને આકરા લાગ્યા, ને પુત્રીના દુઃખ અને કદાચ તેનું મૃત્યુ થાય તો તે મૃત્યુનું કારણ પોતે થઈ જાણી ગભરાઈ અને રોઈ.

'રરોઈશ નહી. એમાં તારાઓ શો વાંક ? ભાવી. હિંમત રાખ. પરમેશ્વર આપણને દુઃખી નહી કરે.’

તેઓ છૂટાં પડયાં અને લાનોલી જવાની તૈયારી થઈ.