પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિદ્યાર્થીઓની વિનંતિ બહાર પડી ત્યારે હું એમાં કશું નહોતા આપી શકો તેનું મને દુ:ખ હતું; તેથી સમિતિ તરફથી જ્યારે આ પુસ્તકને એમના સ્મારકમાં બહાર પાડવા માગણી થઈ, ત્યારે એ સંગત મિત્રની સ્મૃતિમાં મારા ફાળા પડે છે એ વિચારથી સંતોષ થયો. 0 ગૂજરાત વિદ્યાપીઠમાં અમે બન્ને લગભગ સાથે જ જોડાયા હતા, અને લગભગ સાથે જ છૂટા થયા હતા. પણ વચગાળામાં કેટલાંક વર્ષ હું વિદ્યાપીઠમાંથી નિવૃત્ત થયો હતો, તેથી મારા કરતાં એમની સેવા વધારે લાંબી મુદતની હતી. એમનું જેશદાર, ભાવનાપ્રેરક અને વિદ્વત્તાપૂર્ણ વકતૃત્ત્વ, એમનો ખુશમિજાજ, ખેલાડુ સ્વભાવ અને એમની છાપ બેસાડનારી શરીરાકૃતિ ભૂલી શકાય એવાં નથી. એમની વાણી વિદ્યાર્થીઓમાં બલિદાન કરવાને અને સેવાવૃત્તિનો પાનો ચડાવતી. એ વાણી કેટલાયે નાત કાને દીક્ષા મળ્યા જેવી બની ગયેલી મારી જાણમાં છે. એ વિદ્યાર્થીઓએ હાડમારીઓ વેઠી ગુજરાતની પ્રજાની સેવા કરી છે અને આજ સુધી કરી રહ્યા છે. તેઓ એમનું સાચું અને જીવતું સ્મારક છે. તેના પ્રમાણમાં આ કાગળનું મારક નજીવું ગણાય. પણ એ દ્વિદ્યાર્થીઓના જ પ્રેમનું એમાં અભિજ્ઞાન હોવાથી આદરપાત્ર થાય છે. વર્યા રાષ્ટ્રીય સપ્તાહ, ૧૯૩૬ કિ. . મ. ૧