પૃષ્ઠ:Trishanku.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૧
 
માનવસર્જનનાં બે દૃશ્યો
 

માનવી કઈ કઈ રચના કરે છે?

સમાજમાં તે કુટુંબની રચના કરે છે. ન્યાતની રચના કરે છે, જાતની રચના કરે છે, રાષ્ટ્રની રચના કરે છે. પરંતુ હજી તે રાષ્ટ્રની બહાર આવી. માનવ-રાષ્ટ્ર રસ્થાપી શક્યો નથી.

માનવી કારખાનાની રચના કરે છે, કદી તે કાપડ બનાવે છે, સિમેન્ટ બનાવે છે, શસ્ત્રો બનાવે છે, પરંતુ હજી એકેએક માનવીને પહોંચે એટલું કાપડ બનાવી શક્યો નથી અને શસ્ત્રો બનાવ્યાં ત્યારે એ એવું શસ્ત્ર બનાવી લાવ્યો કે જેમાંથી માનવજાતની આખી જડ ઊખડી જાય.

માનવીએ પોષણ માટે અનાજ બનાવ્યું, ફળફળાદિ ઉછેર્યો, પશુને દોહી દૂધ લીધાં અને જરૂર પડે કે ન પડે તોપણ જાનવરોનાં માંસ કાપી લીધાં. તોય હજી પુષ્ટિ પામતી માનવતા કરતાં ભૂખી માનવતાનો સમૂહ વધારે મોટો છે.

માનવીએ ઔષધ બનાવ્યાં, ઔષધાલયો સ્થાપ્યાં, પ્રયોગ અને વાઢકાપ આદર્યા, વૈદ્યો અને ડૉક્ટરો સર્જ્યા, જાદુઈ દવાઓ શોધી કાઢી, પરંતુ હજી નીરોગી માનવતા કરતાં રોગિષ્ઠ માનવતા વધારે પ્રમાણમાં છે. હજી રોગ જિતાયો નથી, વાર્ધક્ય જિતાયું નથી, તો પછી મૃત્યુ તો જિતાય જ ક્યાંથી ?

હજી માનવીને પોલીસની જરૂર પડે છે, અદાલતની જરૂર પડે છે, ફાંસી અને ગોળીબારની જરૂર પડે છે અને કેદખાનાની પણ જરૂર પડે છે. માણસમાં માણસાઈ આવવા માટે હજી કેટલી મજલ કાપવી રહી ? કેદખાનું હોય ત્યાં સુધી માનવીની માનવતા ઉપર કોણ વિશ્વાસ રાખી શકે ? અને છૂટ્ટાં ફરતાં સ્ત્રીપુરુષોમાં કેદખાનાને લાયક કોણ કોણ નહિ હોય ? લાયકીને ધોરણે તો રાજભવનો, હવેલીઓ, બંગલા, માળા અને ઝૂંપડાં, હજી કેદખાના તરીકે જ ઓળખાવા પાત્ર છે. આ રહ્યું એક કેદખાનું, જેમાં એક સમયે પ્રતિષ્ઠિત ગણાતો કિશોર આજ કેદીનો પોશાક પહેરી મજૂરી કરી રહ્યો છે. મજુરીમાં એ એકલો નથી, એના ભેગા કામ કરનારા બીજા