પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮૦ : તુલસી-ક્યારો


આટલાં બહોળાં પાણીએ કપડાં ધોવાનું પણ એને કેયે દહાડે મળ્યું હતું? નાની અનસુએ ડુબાડું ડુબાડુ કરએએ એ નળ પાસેના પાણી ભર્યા પીપમાં ડબકાવતી હતી. ને આખો દિવસ બસ કપડાં જ ધો ધો કરતી, વાસણ જ માંજ માંજ કરતી. એનો પુરસ્કાર મોકળું ક્રીંડાંગણ હતું અને રોજ ત્રણ વાર નજીક થઇને જ પાવા વગાડતી સુસવાટ માર્યે જતી આગગાડી હતી.