પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૦૪ : તુલસી-ક્યારો


એ રૂપ જોવાની નિરાંત કંચનને કઢંગી વેળાએ મળી. 'બા' ઉચ્ચાર એણે આ છ મહિનામાં બીજી વાર સાંભળ્યો હતો, પહેલી વાર એ રાતરાણીના ઝાડને છાંયે પેલી કાળમુખી રાત્રિએ બોલ્યો હતો 'બા'; ને બીજી વાર એ બોલવા આવ્યો હતો પણ બોલી નહોતો શક્યો - ગુજરાતના પેલા ગામમાં.

બારણા પાસે લપાતી લપાતી કંચન ઘડીક દેવુના દેહ સામે ને ઘડીક ઇસ્પિતાલના દરવાજા સામે જોતી હતી. વીરસુત આવતો હશે : હમણાં આંહીં મોટર લાવીને ઊભી રાખશે : મેં દિવસો સુધી મારા હાથે ચલાવેલી જ એ મોટર હશે !

એ મને આંહીંથી હટી જવાનું કહેશે તો ? કહેશે કે તારે આ છોકરાના મૃત્યુ સાથે શી નિસ્બત છે, તો ? એનો ચીડિયો, ઊતરી ગયેલો, શંકાશીલ આંખોએ અળખામણો બનેલો ચહેરો ક્યાં ! ને ક્યાં આ એના જ બાળકની મુખમુદ્રા !

પણ એનું ધ્યાન જ્યારે આમ તેના પરિચિત રંગની મોટરની રાહમાં હતું, ત્યારે ઈસ્પિતાલની લાંબી પરશાળ ઉપર એક ડોસો ઊપડતે પગલે આવતો હતો તે એને કળાયું નહિ. ડોસો છેક પાસે, તે ઑપરેશન-રૂમના દરવાજા પાસે આવી પહોંચ્યો, ને એણે પૂછ્યું-કોને પૂછ્યું એ પ્રશ્ન મહત્વનો નહોતો - જે કોઈ ઊભું હોય તેને પૂછ્યું : 'ક્યાં છે દેવુ ? ક્યાં છે...'

પૂછતાં પૂછતાં જ એણે સહેજ આડે જોઇ ઊભેલી કંચન તરફ જોયું ને કંચન કેવળ યંત્રની પૂતળી જવાબ આપે તેમ બોલી નાખ્યું, 'અંદર છે.'

એ ડોસા હતા દેવુના દાદાજી. એના માથા પર કાળી ટોપી હતી. શરીર પર પહેરંણ અન પહેરણ પર એક બગલથી બીજા ખભા સુધી