લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભૂતકાળ : ૨૨૭


ગાળો ગાજતી હતી; ને એને એમ પણ લાગ્યા કરતું હતું કે યમુના આજે પણ તે દિવસે હતી તેવી ને તેવી નમણી તો છે જ.

પણ આ ખબર જો ભદ્રાને પડશે તો ? યમુના ભદ્રા પાસે ધડાબંધી વાત મૂકશે તો ? તો ભદ્રા મારા વિષે શો મત બાંધશે ? કંચનનું પ્રકરણ હું કેમ કરીને ભદ્રાની સમજમાં ઊતરાવીશ ?

'ભદ્રા શું ધારશે ? આ પ્રશ્ન ભાસ્કરના મનમાં એકાએક કશા કારણ વગર ઊઠ્યો. ભદ્રાના અભિપ્રાયની ચિંતા પોતાને એકાએક કેમ જન્મી ? પોતે હસ્યો. પાછો વળી એ જ વિચારે ચડ્યો. બે ચાર વાર એણે 'ભદ્રા શું ધારશે'ની લાગણીની હાંસી કરી. પણ હાંસી લાંબી ન ચાલી. મંથન ચાલું થયું.