પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રૂપેરી પડદો : ૨૩૩


નિ:શ્વાસ ઢળી પડે છે; ને ભદ્રા ચોંકીને બારી પરથી પાછી ફરી જાય છે ત્યારે બીજી સ્ત્રીની હાજરી જોઇ પોતે લજ્જિત બને છે. પછી પૂછે છે 'કેમ ?' પૂછતી પુછતી પોતે ઓલવી નાખેલ દીવાની ચાંપ દબાવે છે, ને કંચનની મુખમુદ્રા સ્પષ્ટ થાય છે. પણ દિગ્મૂઢ ઊભેલી એ બેઉ સ્ત્રીઓની વચ્ચે કશો વ્યવહાર થાય તે પૂર્વેજ ખંડમાં બે જણા પ્રવેશ કરે છે; ડોસા સોમેશ્વર અને વીરસુત : પિતા અને પુત્ર.