પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૪૬ : તુલસી-ક્યારો


આશાએ ને દેરની પોતા પ્રત્યેની અદબભરી મમતાએ ભદ્રાને ઔર રંગભરી બનાવી દીધી હતી.

આજે એને જીવનની આ બધી સાર્થકતામાં એક અજબ ઉમેરો દેખાયો : એક લબાડ અને નફટ મનાતા માણસે પોતાના જેવી અજાણી નારીના સુનામ પર જિંદગી ધોળી કરી છે. કેવી અદ્‍ભૂત કથા ! એક ગ્રામ્ય રંડવાળ્યના જીવનમાં કેવો એ રોમાંચકારી ઇતિહાસ ! વૈધવ્યને-બામણીના વૈધવ્યને માથે કાંઇ જેવી તેવી વિભૂતિ ચડી ! માડી રે ! હું શું ખરેખર એટલી બધી ઊજળી રહી છું ? માડી રે ! નહિ બોલું, નહિ બોલું. ઇશ્વર જેની લાજ રાખે છે તેનીજ રહે છે. હે નારણ ! મારે ઝેરનાં પારખાં નથી જોવાં. મારું માપ કોઈ દિ'નો કાઢજો હે તુલસી મા ! ભૈની બાપડાની પાસે જતાં કેટલી કેટલી વાર મારા પ્રાણના ફફડાટનો પાર નથી રહેતો ! એવી મારી, ખાસડે માર્યા જેવી જાત સાટુ કોઇનું લોહી રેડાય, ને કોઇ વળી કેદમાં જાય. ઓ મા ! મને તો અંધારે અંધારે હસવું આવે છે મૂઇ !અને ભેળાભેળ રડવું ય આવે છે મૂઇ રાંડી ! ગોદડાને ચોમેરથી દબાવીને સૂઇ જા મૂઈ ! રાંડી ! ઝટ ઝટ સૂઇ જા ! ઘડી પછી એનાં નસ્કોરાંના પાવા બજતા હતા.