લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કંચનને હમેલ ! : ૨૬૭


તુળશી લીલાં રહેશે. આ એમ છે બધી બાબસ્તા. મને કે એને જાણે કોઈએ માર્યાં ઝૂડ્યાં ? વગોવ્યાં ? ગાળભેળ દીધી ? નાતમાંથી તારવ્યાં ? ચોળીને ચીકણું તો આપણે જ કરીએ છીએ ને પછી કહીએ છી એ અધધધ...........!

'ઠીક ! મૂંગો મરી રે'જે હવે ભાઇ ! ને વીરસુત ન માને તો મારી ભેરે રે'વા તૈયાર બેસજે.'

'બીજી કઇ તૈયારી મારે કરવી છે ? આંહીં થૂંકું છું તેને બદલે હવે વળી તું લઈ જઈશ તે જગ્યાને બગાડીશ. મારે થોડું ઉપાડવું છે ! મને ક્યાં મૂતરાળાં ગોદડામાં નીંદર નથી આવતી ? તૈયાર છું.'