પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૨૦ : તુલસી-ક્યારો


ભદ્રાએ અંતરથી આશિષો દીધી ને કહ્યું : 'મારી ગેરહાજરીમાં ઘી ગોળ કેટલાં ઉડાવી ગયો તેનો હિસાબ દેજે જલદી ઘેર જઇને, રઢિયાળા !'

'ચોરીને ખાધું તેનો હિસાબ હું શાનો દઉં ? ચોરને પકડવા આવનારે જ એ તો શોધી કાઢવું રહ્યું.'

ભદ્રાને આ જવાબો સુખના ઘૂંટડા પાતા હતા. 'હાશ બૈ ! છોકરાંના મોં માથેથી મારી કે કોઇની ઓશિયાળ તો ગઇ ! હું કેટલું ખવરાવતી તો ય કદી લોહીનો છાંટો ય ડીલે ચડ્યો'તો ! હે તુળસી મા ! મારો ભાર તમે ઉતાર્યો.'

એણે પૂછ્યું : ' બા શું કરે છે ?'

'નજરે જોજો ને ! ઘર ક્યાં દૂર છે ? જોઇ જોઇને દાઝજો !'

'જોઉં તો ખરી ! મને દઝાડે એવો તે કયો અગ્નિ પેટાવેલ છે તારી બાએ ?'

એમ કહેતી ભદ્રા ઘરમાં દાખલ થઇ ત્યાં તો એણે અનાજની ગુણીઓ ઠલવાએલી દીઠી. ચોખા ને ઘઉંના ડુંગરા થયા હતા. સોવાનું ને ઝાટકવાનું કામ ધમધોકાર ચાલતું હતું. સાફ થયેલા અનાજને એરડિયું ચડાવવાની ક્રિયા થઇ રહી હતી.બે મજૂરણોના હાથમાં સૂપડાં ને ચાળણીઓ ચાલી રહ્યાં હતાં. ને એ ઓરડો વટાવી ભદ્રા બીજામાં ગઇ તો એણે 'બડકમદાર ! બડકમદાર !' એવા શબ્દો સસરાના ગળામાંથી પૂર્ણ છટા સાથે છૂટતા સાંભળ્યા ને ત્યાં એણે પીંજારાની તાંત ચાલતી દીઠી.

બાપુજી ત્યાં બેઠા બેઠા ઘરનાં જરીપુરાણાં ગાદલાં ઉખેળાવી અંદરનું રૂ પીંજાવતા હતા. એણે ઊઠીને તરત કહ્યું : 'પહોંચ્યાં ને તમે?