પૃષ્ઠ:Ushakant.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અહારા બે બોલ. સ્વ. ભાઈ ભેગીન્દ્રરાવ રતનલાલ દીવેટિઆ, બી. એ. એ નામથી આજ કે ગુજરાતી અજાણ છે? સરળ અને ઘરગથ્થુ ગુજરાતીમાં રસિક વાર્તાઓ લખનાર અને છતાં પ્રજાને જોઈતી શુદ્ધ અને મિષ્ટ સામગ્રીઓ આપનાર લેખકે આજ ગુજરાતમાં ઘેડા જ છે. એવા લેખમાં તે રા. ભેગીન્દ્રરાવ અલબત્ત ઉચું સ્થાન મેળવતા હતા અને આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ- ઇ. સ. ૧૯૦૮ માં એટલે આજ અગીઆર વર્ષ પૂર્વે પ્રસિદ્ધ થઈ ત્યારે આવી વાર્તાઓના લેખનકાળને યુગ શરૂ થશે એમ કહીએ તે કાંઈ બટું નથી. રા. લેગી કરાવનું સાહિત્યજીવન આજ અરસાની આસપાસ શરૂ થયું અને ઉષાકાન્ત એ એમનું બીજું પુસ્તક હતું. પ્રથમ પુસ્તક મૃદુલાએ પ્રજાનું સારું ધ્યાન ખેંચ્યા પછીના આ બીજા પુસ્તક છે. લેગીન્દ્ર- રાવને વધારે પ્રસિદ્ધિમાં આપ્યા તે વખતે અહને સ્પષ્ટ રીતે યાદ છે કે “જુવાન કૉલેજીયન કેટલા ઉત્સાહથી અને કેવા ભાવથી ઉષાકાન્ત વાંચતા હતા. આવા પુસ્તકની બીજી આવૃત્તિ આટલી મેડીકમ બહાર પડે છે?—એ પ્રશ્ન ઉભો થવાને સંભવ છે અને એવું લાગે એ પણ સ્વાભાવિક છે. ભાઈ લેગીન્દરાવ ૧૯૧૬ માં આ લોકને છેડી ચાલી ગયા તે વખત પહેલાં પણ