પૃષ્ઠ:Van Vruksho.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પ રિ ચ ય

આશ્રમવૃક્ષો પછી આ વનવૃક્ષો છે. મનુષ્યજીવન અને વનસ્પતિજીવન એકબીજાનાં કેવી રીતે સહાયક છે અને કુદરતનું ડહાપણ કેવું અદ્‌ભૂત છે એની ખબર કુદરતના અભ્યાસમાંથી પડે છે. વનવૃક્ષો માત્ર વૃક્ષોની યાદી નથી કે તેનાં વર્ણનો નથી. પક્ષીઓ પેઠે વૃક્ષો પણ અભ્યાસ કરવા યોગ્ય છે, અને એ રસિક અભ્યાસની દિશા ઉઘાડવા માટે આવાં પુસ્તકોની યોજના છે.

ગિજુભાઈ