લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકરણ પાંચમું
વાર્તા કેવી રીતે કહેવી ?

બધી પૂર્વતૈયારી થઈ રહ્યા પછી વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સમક્ષ રજૂ થાય છે. આ વખતે વાર્તા કેવી રીતે કહેવી એ પ્રશ્ન ખડો થાય છે. આ પ્રશ્ન અતિ મહત્ત્વનો છે. વાર્તાની પસંદગીમાં થોડીઘણી ભૂલ થઈ હોય, વાર્તાના ક્રમમાં સહેજસાજ ફેર રહ્યો હોય, વાર્તાને કહેવા યોગ્ય બનાવવામાં પૂરી ફતેહ ન મળી હોય, તે બધું થોડેઘણે અંશે ચાલી શકે. પરંતુ માણસને વાર્તા કહેતાં જ ન આવડતી હોય તો તો વાર્તાકથનનું કામ પહેલે જ પગલે અટકી પડે. કુશળ વાર્તા કહેનારાઓની બીજી બાબતની નાની નાની ભૂલો સાંભળનારના લક્ષમાં ભાગ્યે જ આવે છે, જ્યારે અકુશળ વાર્તા કહેનારની કોઈ પણ ખામી અસહ્ય થઈ પડે છે. વાર્તાકથનની ફતેહનો મોટો આધાર કથનની ખૂબીમાં છે. આ ખૂબી શામાં રહેલી છે તે વાર્તા કહેનારે અવશ્ય જાણવું જોઈએ.

ઘણા માણસોનું એવું ધારવું છે કે વાર્તા કહેવી એ એક સહેલી વાત છે. પરંતુ મારો પોતાનો જ એવો અનુભવ છે કે સારા સારા શિક્ષકોને પણ વાર્તા કહેતાં આવડતી નથી. એકાદ વાર્તા