પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૫
 

વાર્તા કેવી રીતે કહેવી ? જે શિક્ષકે પહેલી વાત એ સમજવાની છે કે વાર્તા એક કલા છે ને વાર્તાનું કથન પણ એક કલા છે. કોઈ પણ કલાને તેના સંપૂર્ણ સ્વરૂપમાં બીજા સમક્ષ રજૂ કરવી અને તેને તેના અનંદનો ભોક્તા કરવો એ કામ ઘણું જ મુશ્કેલ છે. દરેક વાર્તા કંઈ ને કંઈ વિશિષ્ટતા ભરેલી હોય છે. કોઈ વાર્તા હાસ્યરસપૂર્ણ હોય છે, તો કોઈ વાર્તા શોકરસપ્રધાન હોય છે; કોઈ વાર્તામાં ઊંડો વિનોદ રહેલો હોય છે, તો કોઈ વાર્તામાં ગૂઢ નિરાશા હોય છે; કેટલીએક વાર્તાઓ એવી છે કે જેમાં કેવળ બોધ સિવાય બીજું કશું હોતું જ નથી, ત્યારે કેટલીએક વાર્તાઓ એવી છે કે જે કેવળ દેખીતી રીતે અર્થ વિનાની હોય છે; કેટલીએક વાર્તાઓ અદ્ભુત ચમત્કારોની ખાણરૂપ હોય છે, તો કેટલીએક વાર્તાઓ હકીકતપ્રધાન જ હોય છે; કેટલીએક વાર્તા પરીઓની ભભકભરી કલ્પનાથી રંગાયેલી હોય છે, જ્યારે કેટલીએક કલ્પના વિનાની કેવળ લૂખીસુકી હોય છે. બધીય વાર્તાઓ વિવિધ રંગી, વિવિધ વેશવાળી, વિવિધ ભાવો અને રસવાળી હોય છે. વાર્તાઓમાં રહેલું આ બધું વાર્તા સાંભળનારમાં રેડી દેવાનું કામ વાર્તા કહેનારનું છે. વાર્તાનો કોઈ પણ ભાવ જાણે તે વસ્તુ હોય તેમ જ વાર્તા કહેનારે શ્રોતાને આપી દેવાનો છે. જે ભાવ વાર્તાની પાછળ હોય તે ભાવને આબેહૂબ કથનમાં ખડો કરી શ્રોતાના હૃદયમાં ગાળી દેવાનું કામ વાર્તા કહેનારનું છે. આવું કામ કરનારની તૈયારી સુંદર જ હોવી જોઈએ. આવું કામ એક કલાનું કામ છે. આ કલાનો આત્મા વાર્તા કહેનારમાં સ્ફૂલો હોવો જોઈએ. ૧૫૫ વળી કોઈ પણ કલાની કૃતિના જેમ બબ્બે ભાગ પાડી શકીએ તેમ વાર્તાના પણ બે ભાગ પાડી શકાય. રંગ, માપ, સમતોલપણું વગેરે ચિત્રોનો કારીગરી-વિભાગ છે પણ ભાવપ્રદર્શન,