પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૯
 

વાર્તા કેવી રીતે કહેવી ? નીકળે, તો બાવાઓની વાર્તાઓ વળી બીજી જ જાતની હોય. ગામડાની વાર્તાઓ અને શહેરની વાર્તાઓમાં ફેર પડે છે. જુદી જુદી ઉમરના માણસોના મોઢમાં જુદી જુદી જાતની વાર્તાઓ ખીલે છે. વાર્તા કહેનારે આ બધું લક્ષમાં રાખવાનું છે. કોઈ પણ માણસને સંપૂર્ણ વાર્તાકાર થવું અતિ મુશ્કેલ છે, છતાં દરેક માણસ પોતાની મર્યાદામાં વાર્તાકાર થઈ શકે છે. જે માણસ પોતે વાર્તાનો સાચો આસ્વાદ લઈ શકે છે તે માણસ બીજાને તેનો આસ્વાદ આપી શકે છે. ઘણી વાર એવું બને છે કે જેમ માણસ ચિત્રને માત્ર જોઈને જ તેની પાસેથી પસાર થઈ જાય તો તે તેનાં મર્મ, સૌન્દર્ય ને ખૂબી સમજી શકતો નથી, તેમ જ ઉપલક નજરે વાર્તા જોઈ જવાથી વાર્તાનો આત્મા અનુભવાતો નથી. બધી વાર્તાઓનો આત્મા એના મોઢા ઉપર ચોડેલો હોતો નથી. કેટલીએક વાર્તાઓ નાળિયેર જેવી હોય છે ને એનું ટોપરું ખાવાને માટે આપણે છાલાં અને કાચલી દૂર કરવી પડે છે, તો કેટલીએક વાર્તાઓનો ઉપલક ઢંગ સુંદર હોવા છતાં તેની આન્તરઘટના અને આત્મા નિસ્તેજ હોય છે – ક્ષુદ્ર હોય છે. વાર્તા કહેનારને કેટલીક વાર્તાઓની દોસ્તી કરવી પડે છે, ને કેટલીક વાર્તાઓને પોતાની કરી હૃદયમાં સ્થાન આપવાનું હોય છે; કેટલીએકને તેણે જતી કરવાની હોય છે અને કેટલીએકને જૂના હથિયાર જેમ તોશાગારમાં રાખવાની હોય છે. વળી કેટલીએક વાર્તાઓને ખૂબ મમત્વથી રમાડવાની પણ હોય છે. આ વાર્તાના કથનમાં જ વાર્તાકાર સાચો કલાધર થઈ શકે છે. આવી જાતની વાર્તાઓ કહેવામાં તેની પોતાની સફળતા રહેલી છે. વારંવાર ચિત્ર જોવાથી જેમ ચિત્રના ભાવો આપણી સમક્ષ આપોઆપ પ્રગટ થાય છે, તેમ વારંવાર કહેવાથી વાર્તાનો ગૂઢાર્થ આપણને સમજાય છે. દરેક ચિત્રકાર પોતાના ચિત્રમાં એક - ૧૫૯