પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭૦
 

વાર્તાનું શાસ્ત્ર-૨ દક્ષિણી બુવાઓ પણ આ વખતે જ હરિકથાઓ શરૂ કરે છે. મોટે ભાગે આ સમય ધાર્મિક કથાવાર્તાઓનો છે. ધર્મપરાયણ સ્ત્રીપુરુષો દિવસોનો પોણો ભાગ ઐહિક પ્રવૃત્તિમાં ગાળી બાકીનો થોડો ભાગ આવી જાતની ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળે છે. એ આપણા દેશની પુરાણી રૂઢિ છે. બાળકો આખો દહાડો રમવામાં ગાળે છે. ખેડૂતો અને મજૂરો સાંજ સુધી કામમાં જ હોય છે. ઘરવલી સ્ત્રીઓ માંડ માંડ રાતે કામમાંથી પરવારે છે. વૃદ્ધ ડોશીઓને દિવસ કરતાં રાત વધારે લાંબી લાગે છે. શૂરવીરોનાં હથિયારો અને ઘોડાઓને રાત્રે જ થાક મળે છે. મુત્સદીઓ અને કામદારોને રાત્રે જ ઓછો વ્યવસાય હોય છે. માંદાઓને રાત્રિ પડતાં તે કેમ ગાળવી તેનો વિચાર થઈ પડે છે. રાજાઓ અને શેઠિયાઓને રાત્રે ઊંઘ લાવવાનું કામ કઠણ પડે છે, ને રંક લોકોને દિવસની વાસ્તવિકતાની દશા ભૂલી જઈ કલ્પિત સ્વપ્નમાં ભમવું ગમે છે. સાહસિકને, જુવાનને, અભ્યાસીને અને યોગીને રાત્રિ પ્રિય છે. વેપારીને માટે રોજમેળ અને ખાતાવહીનાં પાનાં બંધ કરી મૂરખ દીકરાને ડાહ્યો બનાવવા માટે વાર્તા કહેવાનો વખત રાતનો જ હોય છે. આથી રાત્રિ પડે છે કે તુરત જ વાર્તાની પાંખ ફફડવા લાગે છે. ઊંઘી જતાં નાનાં બાળકોનાં નાનાં પોપચાં ઉપર એ પાંખના છેડા પહેલવહેલા અથડાય છે. અરધાં જાગતાં અરધાં ઊંઘતાં નાનાં નાનાં બાળકોને ઊંચાં મોઢાં કરી વહાલસોઈ માતાના કે વાર્તાના રસિયા પિતાના મોઢામાંથી વહી જતી વાર્તા સાંભળતાં જેમણે જોયાં હશે તેમને તો સમજાવવું જ નહિ પડે કે વાર્તા વખતે એ કેવાં જામી રહે છે ! આથી ખેડૂતો, મજૂરો અને બીજા ભાત ભાતના કારીગરો માણભટની માણના રણકારની આજુબાજુ ૧૭૦