પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧૯
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ નથી એમ આપણે માનીએ તો અભ્યાસક્રમમાં નીતિશિક્ષણને સ્થાન આપવું એ ભાવિ પ્રજાનું અપમાન છે, મનુષ્યના આત્માનું અપમાન છે. નીતિશિક્ષણ આપનારાઓનાં મગજો માનસશાસ્ત્રની દૃષ્ટિએ તપાસીએ તો સમજાય કે તેઓ અનીતિથી બીએ છે તેનાથી યે વધારે તો તેઓ સમાજમાં અવ્યવસ્થાના ભયથી ડરે છે. અમુક નીતિના નિયમોથી માણસ સામાજિક બને છે એ એમની માન્યતા અને અનુભવ છે. માણસને માણસ બનવા દેવાને બદલે તેને સામાજિક બનાવવાની વૃત્તિમાં નીતિશિક્ષણને આગળ કરવું પડે છે. માણસ હંમેશાં પોતાનો દોર ચલાવવા માગે છે, રાજા રાજ ચલાવવા માગે છે, પ્રજા પ્રજાતંત્ર ચલાવવા માગે છે, ગૃહપતિ ગૃહ ચલાવવા માગે છે, શિક્ષક શાળા ચલાવવા માગે છે ને વ્યક્તિ વ્યક્તિત્વ ચલાવવા માગે છે. કોઈ કોઈને સ્વતંત્ર રહેવા દેવા ખરી રીતે ઈચ્છતું નથી. એક પ્રજા બીજી પ્રજાને પોતાના જેવી જ પ્રજા બનાવવાનો ભારે પ્રયત્ન કરે છે. જે માણસો એ ઘરેડમાંથી પ્રજાને મુક્ત કરવા બહાર પડે છે તેમને પોતાનું બલિદાન આપવું પડે છે. તેમને કોઈ નીતિવિશારદો કે શાસ્ત્રીઓ કે શિક્ષકો નથી કહેતું, પરંતુ તેમને સમાજદ્રોહી, જનતાદ્રોહી, અને અનીતિપ્રે૨ક કહેવામાં આવે છે. એવાઓમાં સોક્રેટીસ, ક્રાઈસ્ટ કે મહાત્મા ગાંધી જેવાનાં નામો આપી શકાય. નીતિશિક્ષણ માણસને આત્માની સ્વતંત્રતામાંથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જે જે વ્યક્તિઓને પોતાના જીવનમાંથી નીતિ વહેવડાવવાની હોતી નથી, જે જે વ્યક્તિઓ સ્વતઃ નીતિમાન નથી, ને જેમનાં મન, વાણી અને કર્મ નીતિનાં જીવતાંજાગતાં દૃષ્ટાંતો નથી, તે માણસો જ નીતિ- શિક્ષણના પૂરેપૂરા પક્ષપાતી છે; તેમના હાથમાં જ નીતિશિક્ષણ શોભે છે. તેમને પોતાનામાંથી કંઈ બતાવવાનું નથી હોતું તેથી ૨૧૯