પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાનું શાસ્ત્ર
 
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાકથનનો ઉદ્દેશ ભગવાન પણ દરરોજ સાંજે શ્રમણ ભિક્ષુકોને ભેગા કરીને વાર્તા કહેતા. ઈશુ ખ્રિસ્ત ધર્મોપદેશ કરતા ત્યારે વાર્તા મારફતે જ ઉપદેશ ઠસાવતા.’’ આપણે ત્યાં પણ રાજપુત્રોને ધાર્મિક વાર્તાઓ દ્વારા બધું જ્ઞાન અપાતું. પંચતંત્રની પ્રતિજ્ઞાની વાર્તા પણ એવી જ છે. રાજાના ઠોઠ છોકરાઓ કેમે કર્યા ભણતા ન હતા તેમને આર્યવિષ્ણુશર્માએ વાર્તા દ્વારા છ મહિનાની અંદર ભણાવી-ગણાવીને ડાહ્યા બનાવી દીધા. ઉપનિષદોમાં પણ મોટા મોટા ઋષિઓ વિશ્વનાં રહસ્યો ઉકેલનાર સિદ્ધાંતો વાર્તા દ્વારા પોતાના શિષ્યોના મન પર ઠસાવતા. આપણો મધ્ય કાલીન અને અત્યારે પણ જીવંત માણભટ્ટ રામાયણ અને મહાભારત જેવા વિષયો કથાવાર્તાથી જ શીખવે છે. આ પુસ્તકમાં જ 'વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ’ એ નામનું પ્રકરણ આ વિચાર સમજાવવા માટે ઉમેરેલું છે, એટલે અહીં તો આટલા પ્રસ્તાવથી બસ થશે. વાર્તાકથનનો ત્રીજો ઉદ્દેશ સાંભળનારની કલ્પનાશક્તિ ખીલવવાનો છે. કલ્પના અને ભ્રમણા એ બેમાં તફાવત છે. એ સમજાવવાનો અહીં પ્રયત્ન નથી કર્યો પણ એ તફાવત સ્વીકારીને જ ચાલવાનું છે. કલ્પના વાસ્તવિકતાની બીજી બાજુ છે અથવા કલ્પના વાસ્તવિકતાનો વિસ્તાર છે. પ્રત્યેક કલ્પના વાસ્તવિકતાના મૂળમાં છે; પણ વાસ્તવિકતામાંથી અમુક વસ્તુ કલ્પનાને પામે છે, અને એમાં જ કલ્પનાશક્તિનું બળ રહેલું છે. આખરે મનુષ્યનું માનસ મર્યાદિત છે અને તેથી કલ્પનાનો પ્રદેશ મર્યાદિત છે. કલ્પનાનો પ્રદેશ વાસ્તવિકતાના કારણે જ મર્યાદિત છે તે વિચાર કરવાથી સમજી શકાય તેમ છે. વાર્તાથી કલ્પનાશક્તિ ખીલે છે. એક, બે, ત્રણ, ચાર એમ સંખ્યા શીખવીએ છતાં એવી અનંત સંખ્યા હોઈ શકે એવી સમજણ બાળકમાં ન આવે ત્યાં સુધી ૭