પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૨
 

૨૪૨ વાર્તાનું શાસ્ત્ર-૨ સૌને મજા પડે જ. પરંતુ આ જે કલ્પિત વાર્તાઓ છે તે તો તેનાથી પણ અદ્ભુત છે. માણસને એકલો અર્થવાદી બનાવવાની જ્યાં સુધી આપણી વૃત્તિ નથી, ત્યાં સુધી આવી કલ્પિત વાર્તાઓને આપણે રાખવી જ પડશે. લોકવાર્તાના કથન ઉપર એક એવો આક્ષેપ છે કે એ વાર્તાઓ વહેમ ભરેલી હોવાથી માણસ વહેમી થઈ જાય છે. આ ટીકામાં કાંઈક વજૂદ છે; પણ સવાલ એ છે કે કઈ માન્યતા વહેમ ભરેલી ગણાય અને કઈ માન્યતા વહેમ વિનાની ગણાય એનો નિર્ણય કરવો કઠિન છે. અગાઉ જે કેટલીક વસ્તુઓ કેવળ વહેમ ૮.ખાતી તે વસ્તુઓનું ખરાપણું આજે વિજ્ઞાને સિદ્ધ કરી આપ્યું છે, અને કયા વહેમો કપોલકલ્પિત નહોતા પણ આપણને ન સમજાય તેવા સ્થૂળ કે સૂક્ષ્મવિજ્ઞાનના નિયમો ઉપર રચાયલા હતા તે વિષે આપણે હજુ કંઈ કહી શકીએ નહિ. આ એક વાત છે. બીજી વાત એ છે કે ઘણી વાર વાર્તાકારોનો શોખ જ એવો હોય છે કે તેઓ શુદ્ધ વિજ્ઞાનને કશાકનું રૂપક આપે છે અને તને ઢાંકી દઈ માણસને સુંદર રીતે વિજ્ઞાન આપવાની નવી રીત અખત્યાર કરે છે. એક એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે વહેમ એ શ્રદ્ધાનું બીજું પાસું છે. આજે જે વસ્તુઓ વૈજ્ઞાનિકને કેવળ વહેમ ભાસે છે તે અધ્યાત્મદષ્ટિએ વાસ્તવિકતા છે એમ માનવામાં અડચણ આવતી નથી. વિજ્ઞાનની ઉપર એક બીજું શાસ્ત્ર છે કે જેના જ્ઞાન વડે માણસ જે વસ્તુનો નિકાલ વિજ્ઞાનથી નથી મેળવી શકતો તેનો નિકાલ તે આ જ્ઞાનથી મેળવી શકે છે. આ વિદ્યા તે અધ્યાત્મવિદ્યા ભૂતપ્રેતાદિ વૈજ્ઞાનિકોને મન વહેમ છે પણ અધ્યાત્મવિદ્યાથી કે યોગવિદ્યાથી માણસ એ યોનિઓનો સાક્ષાત્કાર કરી શકે છે. તે વાત સિદ્ધ થઈ ચૂકી છે. પરીઓની વાતો આજ દિન સુધી વહેમી મગજની કલ્પના હતી; હવે તો પરીઓના ફોટા