પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાકથનનો ઉદ્દેશ વાર્તાનું કથન એક બીજી રીતે પણ ભાષાજ્ઞાનના વિકાસમાં અજબ એવી રીતે મદદગાર બને છે. પ્રત્યેક મનુષ્યના જીવનમાં વારંવાર એવા પ્રસંગો ઊભા થાય છે, એવી એવી લાગણીઓના પ્રવાહો વહે છે ને એવા એવા અવનવા અનુભવો થાય છે કે જે વ્યક્ત કરવા માટે તે ભાષાનું પણ શરણ લેવા દોડે છે. બરાબર આવે વખતે જોઈતી ભાષા તેને મળી જાય તો ભાષાનું જ્ઞાન તેને વિના આયાસે સિદ્ધ થાય છે. આપણો એવો અનુભવ છે કે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરતા હોઈએ ને વિચાર કે લાગણી પ્રગટ કરવા માગતા હોઈએ, ત્યારે ઘણી વાર આપણે યોગ્ય શબ્દો શોધવા મથીએ છીએ. આવે વખતે જો આપણો સાથી આપણો ભાવ જાણી જઈ આપણને યોગ્ય શબદો આપી દે છે તો આપણે બોલી ઊઠીએ છીએ કે "હા, એમ જ; બરાબર, એમ જ હું કહેવા માગું છું. એ જ મારો આશય છે.” વગેરે. વળી આપણે જોયું છે કે ઘણી વાર નાનું બાળક પોતાને જે કહેવું હોય છે તે શબ્દથી કહી શકતું નથી ત્યારે તે આમતેમ બોલી પોતાનો આશય જણાવવા પ્રયત્ન કરે છે. પણ આપણે તેનો મર્મ સમજી શકતાં નથી હોતાં અને તેથી તેની ઈચ્છાને તૃપ્ત કરવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. બાળક કજિયો કરવા લાગે છે; આપણે મૂઢ થઈને તેની સામે જોયા કરીએ છીએ. એટલામાં કોઈ ચતુર વ્યક્તિને સૂઝી જાય છે તો તે કહે છે કે "તને આ જોઈએ છે ને?” બાળક તરત જ નવો શબ્દ પકડી લે છે અને પોતાના નાના કોષમાં તેને સંગ્રહે છે. તેનો કજિયો ઓલાઈ જાય છે અને ઈચ્છાની તૃપ્તિ સાથે બાળક ભાષામાં એક ડગલું આગળ વધે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિલોકન કરનારાઓનો અનુભવ આ બાબતમાં વિશાળ હોઈ શકે. જેમને બાળકોને જોઈતી ભાષા