પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૩
 

પાછળથી ૨૭૩ જીવનફિલસૂફીની મીમાંસા સુધી પહોંચે. આ માટે જ આ કામ એક વિશેષ કામ થવું જોઈએ; ને એમ થાય તો જ તેનો શિક્ષક તેમાં ઉત્કૃષ્ટતા સાધી શકે. આર્થિક દૃષ્ટિએ પણ વાર્તાશિક્ષકની પદવી અને સ્થાન કોઈ અન્ય નિષ્ણાત શિક્ષકના જ ચડે. પ્રત્યેક શાળા વાર્તાનો શિક્ષક માગે જ છે. આ વિશિષ્ટ શિક્ષક દરેક શાળામાં સંગીતશિક્ષક કે ચિત્રશિક્ષક જેમ જાય ને વાર્તા કહે. ખાનગી ઘરોમાં પણ જ્યાં વાર્તા કહેવાની જૂની પ્રથા ચાલુ રાખનાર ડોશીઓ ન હોય અથવા નવી ડોશીને વાર્તાની કળા આવડતી ન હોય, ત્યાં વાર્તાકારને સ્થાન છે. સાંજની આ પ્રવૃત્તિ બાળકોને આનંદ અને શિક્ષકને યોગ્ય બદલો આપશે. કેટલાંએક શિક્ષકશિક્ષિકાઓએ જરૂર કુશળ વાર્તાકાર તરીકે તૈયાર થઈને બહાર પડવું જોઈએ. તેથી તેઓ સામાન્ય શિક્ષક વર્ગથી ઊંચાં આવશે; તેમને લાભ પણ વધારે જ થશે. વિશિષ્ટતાના આ યુગમાં વાર્તા કહેનારને અનેરું વિશિષ્ટ સ્થાન ચોક્કસ છે જ. (૩) વાર્તાનો જલસો સંગીતના જલસાના અભાવે એક રવિવારે વાર્તાનો જલસો કર્યો. આ જલસો સંગીતના જલસાથી જરા જુદી જાતનો હતો, એ રીતે કે સંગીતના જલસામાં બાળકોને ગાવાનું હોય, જ્યારે વાર્તાના જલસામાં બાળકોએ સાંભળવાનું અમે મોટાંઓએ વાર્તા કહેવાનું હતું. કુલીન, સતીશ, ભગવાનલાલ, મૂળજી, એ ચાર સિવાયનાં બધાંય બાળકોએ આ જલસામાં સારો ભાગ લીધો. જલસો