પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૮
 

પ્રકરણ તેરમું વાર્તાના ભંડારો આ પુસ્તકનું આ છેલ્લું પ્રકરણ છે. એમાં વાર્તા કહેનારે પોતાને જોઈતી વાર્તાઓ કયાંથી મેળવી લેવી તેની દિશા બતાવવામાં આવી છે. વાર્તાના ક્રમમાં આપણે પાંચ શ્રેણીઓ મૂકી છે. પહેલી શ્રેણી જોડકણાંની અથવા જોડકણાંભરી વાર્તાઓની', બીજી શ્રેણી કલ્પિત વાર્તાઓની, ત્રીજી શ્રેણી શૂરાની વાતોની, ચોથી શ્રેણી અદ્ભુત અને પ્રેમકથાઓની, અને પાંચમી શ્રેણી સામાન્ય વાર્તાઓનીપ, આ પ્રકરણને અંતે આપેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા કઈ શ્રેણીની છે તે વાર્તા કહેનારે શ્રેણીના ગુણધર્મ પ્રમાણે નક્કી કરવાનું છે. વળી મોટે ભાગે બાળકો પાસે વાર્તાઓ વાર્તાઓ કહેવાથી કઈ વાર્તા કઈ શ્રેણીની છે તે આપણે સમજી શકીશું. ગુજરાતી ભાષા સિવાયની બીજી ભાષાઓની વાર્તાઓનું વાર્તા કહેનારે ભાષાંતર કરી લેવાનું છે. ભાષાંતરમાંથી કહેવા યોગ્ય વાર્તા બનાવી લેવી એ વળી બીજું કામ છે. ગુજરાતી ·Rhythmic period Imaginative period

  • Romantic Period

vGeneral period Heroic period